પહલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનીઓ પર અનોખી ડિજિટલ સ્ટ્રાઇક શરૂ કરી છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો અલી ઝફર અને માહિરા ખાન બાદ ઑલિમ્પિક મેડલિસ્ટ જૅવલિન થ્રોઅર અર્શદ નદીમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને પણ બ્લૉક કરવામાં આવ્યું છે.
શાહિદ આફ્રિદીની અને અર્શદ નદીમના
પહલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનીઓ પર અનોખી ડિજિટલ સ્ટ્રાઇક શરૂ કરી છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો અલી ઝફર અને માહિરા ખાન બાદ ઑલિમ્પિક મેડલિસ્ટ જૅવલિન થ્રોઅર અર્શદ નદીમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને પણ બ્લૉક કરવામાં આવ્યું છે. તે ઇન્સ્ટાગ્રામ પર ઑલમોસ્ટ ૫.૭ મિલ્યન ફૉલોઅર્સ ધરાવે છે.
ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર્સ શોએબ અખ્તર, બાસિત અલી અને રાશિદ લતીફ બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન શાહિદ આફ્રિદીની યુટ્યુબ ચૅનલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં ઇન્ડિયન આર્મી વિરુદ્ધ ઝેર ફેલાવનાર આ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ૧.૧૯ મિલ્યન સબસ્ક્રાઇબર્સ ધરાવે છે.

