૧૬ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૧૯૩.૮૪ના સ્ટ્રાઇક-રેટથી ૫૩૫ રન કરનાર અભિષેક ૮૨૯ રેટિંગ પૉઇન્ટ સાથે નંબર વન બન્યો હતો
અભિષેક શર્મા
ભારતીય ક્રિકેટર અભિષેક શર્માએ બુધવારે દિલ્હીમાં ઇન્ડિયા કૉચર વીક 2025 દરમ્યાન ફૅશન ડિઝાઇનર જે.જે. વાલાયા દ્વારા ડિઝાઇન કરાયેલા ડ્રેસનું પ્રદર્શન કરીને રૅમ્પ-વૉક કર્યો હતો. એ જ દિવસે પંજાબમાં જન્મેલો આ શાનદાર બૅટર T20 ઇન્ટરનૅશનલમાં નંબર વન બૅટર બન્યો હતો.
૧૬ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૧૯૩.૮૪ના સ્ટ્રાઇક-રેટથી ૫૩૫ રન કરનાર અભિષેક ૮૨૯ રેટિંગ પૉઇન્ટ સાથે નંબર વન બન્યો હતો. T20 ઇન્ટરનૅશનલમાં નંબર વન બૅટર બનવામાં ભારતના યંગેસ્ટ ક્રિકેટર તરીકેનો વિરાટ કોહલી (૨૫ વર્ષ ૧૩૬ દિવસ)નો રેકૉર્ડ અભિષેક શર્મા (૨૪ વર્ષ ૩૨૯ દિવસ)એ તોડ્યો હતો.


