ક્વૉલિફાયર-ટૂ મૅચના પ્રી-શો દરમ્યાન ગઈ કાલે આમિર ખાન ‘સિતારે ઝમીન પર’ ફિલ્મના સ્પેશ્યલ કલાકારો સાથે IPL સ્ટુડિયોમાં જોવા મળ્યો હતો.
કૉમેન્ટરી બૉક્સમાં જેનિલિયા ડિસોઝા અને આમિર ખાનનું ડેબ્યુ
જિયો હૉટસ્ટારે બૉલીવુડ સ્ટાર આમિર ખાન અને જેનિલિયા ડિસોઝાને IPL 2025ની અંતિમ બે મૅચ માટે પ્રેઝન્ટેશન ટીમમાં સામેલ કર્યાં હતાં. બન્ને સ્ટાર્સ કૉમેન્ટરી બૉક્સમાં ડેબ્યુ કરીને ક્વૉલિફાયર-ટૂ બાદ હવે ત્રીજી જૂને ફાઇનલ મૅચ દરમ્યાન પણ કૉમેન્ટરી કરતાં જોવા મળશે. ક્વૉલિફાયર-ટૂ મૅચના પ્રી-શો દરમ્યાન ગઈ કાલે આમિર ખાન ‘સિતારે ઝમીન પર’ ફિલ્મના સ્પેશ્યલ કલાકારો સાથે IPL સ્ટુડિયોમાં જોવા મળ્યો હતો.


