આકાશ ચોપડાને લાગે છે કે મોટાં શહેરોમાં વર્ષભરમાં IPL સહિત અનેક મૅચો રમાતી હોવાથી ત્યાંના લોકોને પાંચ દિવસીય મૅચો જોવામાં કોઈ રસ નથી જોવા મળતો
આકાશ ચોપડા
વેસ્ટ ઇન્ડીઝ સામેની અમદાવાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ખાલીખમ સ્ટેડિયમને જોઈને ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે કૉમેન્ટેટર આકાશ ચોપડાએ ટેસ્ટ-મૅચ નાનાં શહેરોમાં રમાડવાનું સજેસ્ટ કર્યું છે. આકાશ ચોપડાને લાગે છે કે મોટાં શહેરોમાં વર્ષભરમાં IPL સહિત અનેક મૅચો રમાતી હોવાથી ત્યાંના લોકોને પાંચ દિવસીય મૅચો જોવામાં કોઈ રસ નથી જોવા મળતો. એને બદલે જો ગુવાહાટી, ઇન્દોર, રાંચી કે ઇન્દોરમાં ટેસ્ટ-મૅચ રમાશે તો સ્ટેડિયમો પ્રમાણમાં ફુલ દેખાશે, કેમકે તેમને વર્ષભર ઇન્ટરનૅશનલ મૅચો કે ખેલાડીઓને જોવાનો ભાગ્યે જ લહાવો મળતો હોય છે.


