સચિન અને એલન ડોનાલ્ડનો પ્રતિષ્ઠિત આઇસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ
સચિન તેન્ડુલકર
ભારતરત્ન સચિન તેન્ડુલકર, સાઉથ આફ્રિકાના ફાસ્ટેસ્ટ બોલર લેજન્ડ એલન ડોનાલ્ડ અને ઑસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ વિમેન્સ કોચ કેથરિન ફિટ્ઝપેટ્રિકનો ગઈ કાલે આઈસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સચિન આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં સામેલ થનાર છઠ્ઠો ભારતીય ક્રિકેટર બન્યો હતો. આ પહેલાં સુનીલ ગાવસકર, બિશનસિંહ બેદી, કપિલ દેવ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વાઇફ કે ગર્લફ્રેન્ડને ટૂરમાં સાથે રાખવી કે નહીં એનો નિર્ણય લેશે કોહલી અને શાસ્ત્રી
ADVERTISEMENT
લંડનમાં યોજાયેલી સૅરેમનીમાં સચિને આનંદ વ્યક્ત કરતાં કહ્યું ‘હૉલ ઑફ ફેમમાં સામેલ થવું એ ગર્વની વાત aનવાજે છે. આ લિસ્ટમાં સામેલ થઈ ચૂકેલા લિજેન્ડરી ક્રિકેટરો ક્રિકેટના ગ્રોથ અને પૉપ્યુલરિટીમાં યોગદાન આપી ચૂક્યા છે અને મેં મારું થોડું યોગદાન આપ્યું એ બદલ મને આનંદ છે. આ પ્રસંગે મારે મારા પેરન્ટસ, કોચ રમાકાંત આચરેકર, મોટા ભાઈ અજિત અને પત્ની અંજલિને ધન્યવાદ કહેવા છે. તેમનું યોગદાન સૌથી વધારે છે.’