હવે માત્ર વિરાટ કોહલી રમી રહ્યો છે ઇન્ટરનૅશનલ ક્રિકેટ
વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ની વિજેતા ભારતીય સ્ક્વૉડનો એક અનોખો ફોટો વાઇરલ થયો
સોશ્યલ મીડિયા પર વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ની વિજેતા ભારતીય સ્ક્વૉડનો એક અનોખો ફોટો વાઇરલ થયો છે. આ ફોટોમાં દર્શાવવામાં આવ્યું છે કે એ સ્ક્વૉડમાંથી માત્ર વિરાટ કોહલી જ છે જે હાલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઍક્ટિવ છે. શુક્રવારે પીયૂષ ચાવલાની નિવૃત્તિ સાથે આ સ્ક્વૉડના ૧૫માંથી ૧૪ પ્લેયર્સ રિટાયર થયા છે.
એ વર્લ્ડ કપ રમતી વખતે કોહલીની ઉંમર ઑલમોસ્ટ બાવીસ વર્ષની હતી. હાલમાં ૩૬ વર્ષનો વિરાટ કોહલી ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટ છોડી ચૂક્યો છે. હવે તે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધી રમશે એવી આશા રાખવામાં આવી રહી છે. આ સમયગાળામાં ભારત ૨૭ વન-ડે મૅચ રમશે.

