Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Chirantana Bhatt

લેખ

ન્યુ યર ધેટ નેવર કેમ ફિલ્મનું પોસ્ટર અને ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ

રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ સાથે ઈતિહાસ, ક્રાંતિ અને સિનેમા વિશે વાત

રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુની ફિલ્મ `ન્યુ યર ધેટ નેવર કેમ`ને 55મા IFFI ગોઆમાં શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. વૈશ્વિક સ્તરે 14 એવોર્ડ મેળવી ચુકેલી આ ફિલ્મ એક રાજકીય કટાક્ષ છે અને રાજકીય સિનેમા બનાવનારાઓ માટે એખ સિમાચિહ્ન સમાન છે

20 February, 2025 01:21 IST | Mumbai | Chirantana Bhatt
વડોદરાના સર્કિટ હાઉસમાં જ્યોર્જ ફર્નાન્ડિસ અને કિરીટ ભટ્ટ -   તસવીર અંગત કલેક્શન

કટોકટી@49 : ભારતીય લોકશાહીના અંધારયુગ અને જેલમાંથી લખાયેલા પત્રોની વાત

બરોડા ડાઇનામાઇટ કેસમાં ઇન્ડિયન એક્સપ્રેસનાં પત્રકાર કિરીટ ભટ્ટ સાથે અન્ય સાથીઓ  વિક્રમ રાવ, જશવંત સિંહ ચૌહાણ, મોતીભાઇ કનોજીયા જેવાં પરિવર્તનશીલ વિચાસરણી ધરાવનારા લોકોએ જ્યોર્જ ફર્નાન્ડિસનો સાથ આપ્યો. 

26 June, 2024 02:15 IST | Mumbai | Chirantana Bhatt
દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન તથા લેટર્સ ઑફ સુરેશનું પોસ્ટર

દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન અને પત્રોનો સંબંધ આગળ વધારતું નાટક ‘લેટર્સ ઑફ સુરેશ’

મિનિમલિઝમથી મજેસ્ટિક સુધી કામ કરનારા ફિરોઝ અબ્બાસ ખાન એક દિગ્દર્શક તરીકે પોતાના વિચારોને, પોતાના વિઝનને એક્ટર્સ સુધી કેવી રીતે પહોંચાડે છે તેની વાત માંડે છે

06 May, 2024 05:02 IST | Mumbai | Chirantana Bhatt
ધી વજાઇના મોનોલૉગ્ઝ ગુજરાતીની અભિનેત્રીઓ ડાબેથી - સ્વાતિ દાસ, કૃત્તિકા દેસાઇ, આરજે દેવકી, મહાબાનુ મોદી કોતવાલ, ગિરીજા ઓક

ધી વજાઇના મોનોલૉગ્ઝ ગુજરાતીમાં ભજવાઇ રહ્યું છે ત્યારે, યોનીની વાત સાંભળશો?

ગુજરાતીમાં મેં લખ્યું હોય એટલે હું વાંચી સંભળાવું અને આ નાટકના અમુક હિસ્સાઓ વાંચ્યા પછી રીતસરનો થાક લાગતો કારણકે એક સ્ત્રી તરીકે એમાંનું કેટલું બધું તમારી સાથે અથા તમારી સામે એક યા બીજા પ્રકારે થયું હોય છે

04 April, 2024 07:25 IST | Mumbai | Chirantana Bhatt

ફોટા

આ વાર્તાઓના સંકલનનું પુસ્તક હૅમરપૉન્ડ પાર્ક ઝેન ઓપસ દ્વારા પ્રકાશિત કરાયું અને તેના વિમોચનનો કાર્યક્રમ અંધેરી ભવન્સ કલ્ચરલ સેન્ટર ખાતે 27મી એપ્રિલે યોજાયો હતો

યામિની પટેલનાં અનુવાદિત જાસુસી કથાઓના પુસ્તક હૅમરપૉન્ડ પાર્કનું વિમોચન

યામિની પટેલ લેખિકા, અભિનેત્રી અને બિઝનેસપર્સન છે. ગુજરાતી સાહિત્યના માઇલસ્ટોન સમા લેખક મધુ રાયના સામાયિક મમતામાં જ્યારે વિશ્વભરના લેખકોની જાસુસી કથાઓના અનુવાદ માટે લેખક શોધવાની ટહેલ નખાઈ ત્યારે યામિની પટેલે પણ પોતાની તરફથી પગલું ભર્યું. તેમની કામગીરી વખણાઇ અને તેમણે નિયમિત રીતે વિશ્વભરની જાસુસી, હૉરર કથાઓના અનુવાદ કરવાની જવાબદારી સ્વીકારી.

03 May, 2025 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્નેહા શેઠ સાથે વડોદરાનાં રાજમાતા શુંભાગીની રાજે ગાયકવાડ

એક્સપ્રેશન્સ ઇન થ્રેડઃ દોરાના તાણાવાણામાં જીવતી અને જળવાતી કારીગરીનું પ્રદર્શન

28મી જાન્યુઆરી જહાંગીર આર્ટ ગેલેરી મુંબઈમાં "એક્સપ્રેશન્સ ઇન થ્રેડ" પ્રદર્શનનું ઉદ્ઘાટન વડોદરાના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હાથે કરાયું. વડોદરાનાં સ્નેહા શેઠે આ પ્રદર્શન ક્યુરેટ કર્યું છે. તેમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના કારીગરોના કામને દર્શાવાયું છે જે ભારતના સમૃદ્ધ વારસાનાં પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સ્નેહા શેઠ સાથે વાતચીત કરી.  (તસવીર સૌજન્ય પીઆર)

30 January, 2025 04:54 IST | Mumbai | Chirantana Bhatt
અમદાવાદમાં Seven Sister`s Momos (તસવીર: પૂજા સાંગાણી)

જ્યાફતઃ અમદાવાદમાં અરુણાચલના ઓથેન્ટિક મોમોઝનું મીઠું નજરાણું પીરસતી બે બેહનો

સાદી ભાષામાં કહું તો મોમોઝ એટલે એકદમ પાતળી મેંદાની પુરીમાં પૂરણ ભરી બાફીને તૈયાર થતા ઘૂઘરા, જે ઔપચારિક રીતે તિબેટિયન ડિશ છે. 1960ના દાયકામાં તે તિબેટીયન લોકો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા હોવાના તારણ છે, જ્યારે કેટલાક માને છે કે તે કાઠમંડુના નેપાલ વેપારીઓએ સિલ્ક રુટ ની મુસાફરી દરમિયાન આપેલી ભેટ છે. તદુપરાંત, અરુણાચલ પ્રદેશમાં મોમોઝ એ રાજ્યના પરંપરાગત ભોજનનો મહત્વનો ભાગ છે, જે તેને અરુણાચલની ખાસિયત સાથે સાંકળે છે. 1990ના દાયકામાં હું જયારે બરોડા રહેતી, ત્યારે તિબેટીયન માર્કેટની બહાર મળતાં ચાઉમીન અને મોમોઝના લાજવાબ સ્વાદની મીઠી યાદો આજે પણ મારાં સ્મારણોમા તાજી છે. હવે મુદ્દાની વાત કરું તો આજના સ્માર્ટ સિટી અમદાવાદમાં, વિવિધ ખાણીપીણીના વિકલ્પો જોવા મળે છે, જેમાં આંતરરાષ્ટ્રીય વ્યંજનોમાં બર્મા, કોરિયન, જાપાનીઝ, ચાયનીઝ વગેરે રેસ્ટોરન્ટ્સ સાથે તિબેટ અને અરુણાચલના ખજાના પણ શામેલ છે. આજે વાત કરવાની છે અરુણાચલની આ બે બહેનોની, જેમણે એક વર્ષ અગાઉ અમદાવાદમાં વસવાટ કર્યો અને પોતાના રાજ્યના ઓથેન્ટિક મોમોઝને લોકપ્રિય બનાવ્યા. બંને બહેનો સવારે નોકરી કરે છે અને રાતના સમયે 8 થી 12 દરમિયાન “Seven Sister`s Momos” નામના સ્ટોલ પર શાકાહારી મોમોઝ વેચે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

29 November, 2024 04:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એલફ્રેથ્સ એલી

ફિલાડેલ્ફિયાની ઐતિહાસિક ગલીઓની મુલાકાત સ્વર્ગ સમો અનુભવ કરાવશે

ફિલાડેલ્પિયાની વાઇબ્રન્સી ત્યારે જ માણી શકાય જ્યારે શહેરની ગલીઓમાંથી પસાર થઇએ. જાણો તમારે માટે દરેક વળાંકે કેવી સરસ સરપ્રાઇઝ છે.  એલફ્રેથ્સ એલી એ દેશની સૌથી જુની ગલી છે જ્યાં લોકો હંમેશાથી વસ્યા છે. 18મી અને 19મી સદીમાં તે કારીગરો અને વ્યાપારીઓનું ગણાતી. એલફ્રેથ્સ એલી એસોસિએશન કોલોનિયલ કાળના લેન્ડમાર્ક સમી આ સ્ટ્રીટ ને જાળવે છે અને તેમાં 32 રૉ હોમ્સ છે જ્યાં ફ્લાવર બૉક્સિઝ, શટર્સ અને બોન્ડ બ્રિકવર્ક કરેલાં છે. આ તમામ અમેરિકાની ખાસિયત છે. ઘર નંબર 115 અને 117ની વચ્ચે એક સરસ લેમ્પપોસ્ટ પર બ્લેડન્સ કોર્ટમાં જવાની સાઇન છે જ્યાં ઘરો છે તો વૃક્ષોથી ઘેરાયલા બેકયાર્ડ્ઝ પણ છે. અહીંના ઘરનંબર 124 અને 126માં હોમ મ્યુઝિયમ છે તે અચૂક જોજો. નજીકમાં બે ડઝનથી વધુ હિસ્ટોરિક સ્થળો નેશનલ હિસ્ટોરિકલ પાર્કમાં છે સાથે ઇન્ડિપેન્ડન્સ હૉલ. લિબર્ટી બેલ, પ્રેસિડન્ટનુ ઘર અને બેન્જામિન ફ્રેકલિન મ્યુઝિયમ, ક્રાઇસ્ટ ચર્ચ જેવાં સ્થળો છે.

15 November, 2024 04:45 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

બૉલિવુડમાં, મારી સાથે દલિત કે શુદ્ર કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવે છે: મહાદેવન

બૉલિવુડમાં, મારી સાથે દલિત કે શુદ્ર કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવે છે: મહાદેવન

બૉલિવુડમાં રિયલ લાઈફ કરતાં વધુ જાતિવાદી? રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા અનંત નારાયણ મહાદેવન ગુજરાતી મિડ-ડે સાથે તેમની ફિલ્મ "ફૂલે" ના નિર્માણ, તેમને સામનો કરવો પડેલા તીવ્ર વિરોધ અને બૉલિવુડમાં હજી પણ અસ્તિત્વમાં રહેલા જાતિ આધારિત ભેદભાવ વિશે વાત કરે છે. મહાદેવન જણાવે છે કે તેઓ ફિલ્મ ઉદ્યોગમાં "દલિત" કે "શુદ્ર" જેવો વ્યવહાર અનુભવે છે, જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સામનો કરવામાં આવેલા સંઘર્ષો અને પ્રામાણિક, સામાજિક રીતે પ્રભાવશાળી સિનેમા બનાવવાની તેમની પોતાની સફર વચ્ચે એક આકર્ષક સમાનતા દર્શાવે છે. તેમણે સનસનાટીભર્યા વિના તથ્યો પ્રત્યે સાચા રહેવા, પ્રતીક ગાંધી સાથે કામ કરવા અને તેમના આગામી પ્રોજેક્ટ "પાસ્ટ ટેન્શન" વિશે વાત કરી છે, જે અંતરાત્મા અને જવાબદારીના ઊંડા પ્રશ્નોની શોધ કરે છે. આ સિનેમા, સમાજ અને પરિવર્તન પર એક દુર્લભ, અપ્રગટ વાતચીત છે.

27 April, 2025 03:11 IST | Mumbai
મિમોહ ચક્રવર્તી તેની હૉરર ફિલ્મોની લેગસી અને તે કાચો લોટ કેમ ખાય છે તેના વિશે...

મિમોહ ચક્રવર્તી તેની હૉરર ફિલ્મોની લેગસી અને તે કાચો લોટ કેમ ખાય છે તેના વિશે...

આ પ્રામાણિક અને સરળ વાતચીતમાં, મિમોહ ચક્રવર્તી (મહાક્ષય ચક્રવર્તી) સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર તરીકે મોટા થવાનો અનુભવ કેવો હોય છે તે વિશે વાત કરે છે - અને તે શા માટે ઇચ્છે છે કે લોકો તેને તેના પોતાના કામ માટે ઓળખે. તેણે ખાકી: ધ બેંગાલ ચેપ્ટરમાં તેની ભૂમિકા, તેની મૂછો તેના પાત્રનો ભાગ કેવી રીતે બની અને શા માટે ધીરજ એક અભિનેતા તરીકેની તેની સફરનો આટલો મોટો ભાગ રહી છે તે વિશે ખુલીને વાત કરી છે. હૉરર ફિલ્મોનો મોટો ફૅન મિમોહ વિશ્વભરની તેની મનપસંદ ડરામણી ફિલ્મો પણ શૅર કરી, તેના આગામી હૉરર પ્રોજેક્ટની ઝલક આપી, અને કેટલીક અણધારી વ્યક્તિગત વિચિત્રતાઓ વિશે પણ વાત કરી - જેમ કે કાચો લોટ ખાવાનો અને ASMR ફૂડ વીડિયો જોવાનો તેનો પ્રેમ. તે મજા, વાસ્તવિક વાતો અને ચિંતનનું મિશ્રણ છે. જો તમે ક્યારેય વિચાર્યું હોય કે તમારી પોતાની છાપ બનાવવાનો પ્રયાસ કરતી વખતે એક સુપ્રસિદ્ધ વારસો વહન કરવાનો અનુભવ કેવો હોય છે, તો આ ફિલ્મ જોવા યોગ્ય છે.

12 April, 2025 09:32 IST | Mumbai
આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

અભિનેતા મિખાઇલ કાંત્રુ અને અભિનેતા-ગાયક-ગીતકાર વરુણ તિવારી સારેગામા માટે ‘દિલ કો’ આ ગીતને ફરી ક્રિએટ કરવા અંગે વાતચીત કરી હતી. થોડા દિવસોમાં રિલીઝ થનારું આ ગીત મૂળ આર. માધવન અને દિયા મિર્ઝાની ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ નું છે જે લોકોને ખૂબ ગમ્યું પણ છે. શરૂઆતમાં, તિવારી અને કાંત્રુ બન્ને આ અંગે રિ-ક્રિએશન વિશે અનિશ્ચિત હતા, પરંતુ જ્યારે કાંત્રુએ તિવારીએ કમ્પોઝ કરેલું અને બીજા ગીતો સાથે ગાયું તે સ્ક્રેચ વર્ઝન સાંભળ્યું, ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. તિવારીએ આ સોન્ગને બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતાં કાર અને કાંત્રુએ ગીત માટે ઘણી છોકરીઓના ઓડિશન અને તેમની માતાઓએ કેવી રીતે બન્નેની હાંસી ઉડાવી તે વિશે પણ જણાવ્યું. તેઓ ગીતના રિલીઝ વિશે ઉત્સાહિત છે અને તેના વિશે વાત કરવાનું બંધ કરી શકતા નથી. તેઓએ ગીતનો આત્મા સાચવ્યો છે પરંતુ રૉકનો ટ્વિસ્ટ ઉમેર્યો છે. બન્નેએ મનોરંજન ઉદ્યોગમાં બદલાતા સમય પર પોતાના વિચારો શૅર કર્યા અને તેઓ માને છે કે નિર્માતાઓ, ક્રિએટર, કલાકારો અને પ્રેક્ષકો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી વસ્તુઓ વધુ સારી બને. તેઓ માને છે કે જેઓ આ ઉદ્યોગનો ભાગ બનવા માગે છે તેઓએ તેમની વૃત્તિનું પાલન કરવું જોઈએ અને તેમના ઇચ્છિત લક્ષ્યો સુધી પહોંચવા માટે આગળ વધતા રહેવું જોઈએ.

10 March, 2025 04:27 IST | Mumbai
ફિલ્મ ‘ફાટી ને’ના જોડી કલાકાર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાએ ભૂત વાર્તાઓ શૅર કરી

ફિલ્મ ‘ફાટી ને’ના જોડી કલાકાર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાએ ભૂત વાર્તાઓ શૅર કરી

શું તમે ક્યારેય ભૂત જોયું છે? શું તમે ક્યારેય કોઈ ભૂત સાથે વાતચીત કરી છે? જો આ પ્રશ્નો તમને રસ પડે છે, તો તમે એક ટ્રીટ માટે તૈયાર છો! હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા ફિલ્મ ‘ફાટી ને?’ માટે અમારી સાથે છે. દિલને ઠંડક આપતી ભૂત વાર્તાઓથી લઈને સિનેમેટિક અનુભવ અને આ ફિલ્મને અદ્ભુત બનાવવા માટે તેમણે કરેલી મહેનત સુધીની દરેક બાબત ફિલ્મના લીડ અભિનેતાઓએ શૅર કરી. તેઓએ તેમના અનુભવો, શીખ અને ગુજરાતી સિનેમાના ભવિષ્યની પણ ચર્ચા કરી. અને ચેરી ઓન ટોપ? જાણો કે જો તેઓ ક્યારેય ભૂતનો સામનો કરે તો તેઓ કઈ ઇચ્છા પૂર્ણ કરવા માટે કહેશે!

18 February, 2025 07:47 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK