પહાડની ટોચ પર ચડતાં પહેલાં ભાઈસહેબ એ ચાલતી કારમાંથી નીચે ઊતરી જાય છે અને પછી ઑટો ડ્રાઇવરવાળી આ કારને ફુલ સ્પીડમાં પર્વતની ટોચ પર ચડવા દે
ફેમસ યુટ્યુબરે તાજેતરમાં પોતાની ટેસ્લા કારને સ્ટાર્ટ કરીને એને પહાડ પરથી નીચે પડવા દીધી
ડૅની ડંકન નામના એક ફેમસ યુટ્યુબરે તાજેતરમાં પોતાની ટેસ્લા કારને સ્ટાર્ટ કરીને એને પહાડ પરથી નીચે પડવા દીધી એટલું જ નહીં, એ ઘટનાનો તેણે વિડિયો પણ ઉતાર્યો હતો. પહાડની ટોચ પર ચડતાં પહેલાં ભાઈસહેબ એ ચાલતી કારમાંથી નીચે ઊતરી જાય છે અને પછી ઑટો ડ્રાઇવરવાળી આ કારને ફુલ સ્પીડમાં પર્વતની ટોચ પર ચડવા દે છે અને છેલ્લે કાર ભફાંગ થઈને સેંકડો ફુટ નીચે પટકાય છે. આ વિડિયોને જોતજોતાંમાં ૨૩ લાખ વ્યુઝ મળ્યા છે. એ વિડિયોમાં ડૅની પોતે કઈ રીતે આ ખતરનાક સ્ટન્ટની તૈયારી કરી એ પણ બતાવે છે. કાર હવામાં ઊડીને નીચે પડે છે એ જગ્યાએ પણ કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. કૅપ્શનમાં તેણે લખ્યું છે, આ મારી રોજિંદા વપરાશની ટેસ્લા કાર હતી. આ વિડિયો જોઈને એકે લખ્યું છે કે લાખો લોકો જે કાર લેવાનું સપનું સેવે છે એ કારને આ માણસે ચકનાચૂર કરી નાખી.

