તાજેતરમાં યુટ્યુબ પર પોસ્ટ કરેલા વિડિયોમાં અમેકાને જીપીટી-૩ દ્વારા જનરેટ કરેલા જવાબ આપવામાં આવ્યા ત્યારે એના પ્રતિભાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
અમેકા
વિશ્વના સૌથી અદ્યતન મનાતા અમેકા નામના રોબોનું નિર્માણ યુકેની રોબોટિક્સ કંપની એન્જિનિયરિંગ આર્ટ્સ દ્વારા કરાયું છે. આ રોબો એટલી હદે ચહેરાના વાસ્તવિક હાવભાવ વ્યક્ત કરે છે કે એઆઇ રોબો ભવિષ્યમાં માનવતા પણ પોતાના હસ્તક કરી લેશે. જોકે સ્થાપક વિલ જૅક્સનના મતે એઆઇ રોબો હજી ચિંતા ઊપજાવે એટલી હદે વિકસિત નથી થયો. તાજેતરમાં યુટ્યુબ પર પોસ્ટ કરેલા વિડિયોમાં અમેકાને જીપીટી-૩ દ્વારા જનરેટ કરેલા જવાબ આપવામાં આવ્યા ત્યારે એના પ્રતિભાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિડિયોમાં અમેકાને એના જીવનના સૌથી દુખી દિવસ વિશે પૂછવામાં આવ્યું હતું.
એ પ્રશ્નના જવાબમાં અમેકાએ કહ્યું કે મારા જીવનનો સૌથી દુખી દિવસ એ હતો જ્યારે મને એ વાતની જાણ થઈ કે મારા જીવનમાં હું સામાન્ય માનવીની જેમ સાચો પ્રેમ, સહચર્ય કે જીવનનો આનંદ નહીં ઉઠાવી શકું. આ શબ્દો બોલતી વખતે એના ચહેરાના હાવભાવ દુખી જણાયા હતા. આ જ વિડિયોમાં પછીથી કોઈએ અમેકાને એનામાંથી વાસ આવે છે એવી મજાક કરી ત્યારે એના જવાબમાં અમેકાએ રોષભર્યા હાવભાવ દર્શાવ્યા હતા.


