વિડિયોમાં એક મહિલા ભારે ટ્રાફિક વચ્ચે સ્કૂટી ચલાવતાં મોબાઇલ પર મીટિંગમાં ભાગ લઈ રહી છે.
લાઈફ મસાલા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
બૅન્ગલોરમાં વર્ક ફ્રૉમ ટ્રાફિક જાણે સામાન્ય થઈ ગયો છે એ ઘણા વાઇરલ વિડિયો પરથી સાબિત થાય છે. ટૂ-વ્હીલર પર લૅપટૉપ રાખીને નીકળતા લોકોને જોઈને હવે શહેરીજનોને નવાઈ નથી લાગતી. બૅન્ગલોરથી ફરી એક વિડિયો આવ્યો છે જેમાં ચાલતી સ્કૂટીએ એક વ્યક્તિ ઝૂમ મીટિંગ અટેન્ડ કરી રહી છે. વિડિયોમાં એક મહિલા ભારે ટ્રાફિક વચ્ચે સ્કૂટી ચલાવતાં મોબાઇલ પર મીટિંગમાં ભાગ લઈ રહી છે. આ મહિલાએ હેલ્મેટ પહેરી છે અને પાછળ લૅપટૉપ-બૅગ પણ છે જેથી તે ઑફિસથી ઘરે જતી હોય એવું લાગે છે. જોકે કામ અધૂરું રહી જતાં તે ટ્રાફિક વચ્ચે ઝૂમ મીટિંગ અટેન્ડ કરે છે. વિડિયો પોસ્ટ કરનારે લખ્યું છે, ‘વર્ક ફ્રૉમ ટ્રાફિક... બૅન્ગલોરમાં એક નૉર્મલ દિવસ.’