લગભગ ૪૦૦ વર્ષ પહેલાં નુશુ નામની ફીમેલ સ્ક્રિપ્ટ એટલે કે મહિલાઓની લિપિ તૈયાર કરવામાં આવી હતી
આ છે એ લિપિ
આજથી ૩૦૦-૪૦૦ વર્ષ પહેલાં મહિલાઓને જ્ઞાનથી વંચિત રાખવાનો અને પુરુષ સમાન અધિકાર ન આપવાનો શિરસ્તો વિશ્વમાં લગભગ દરેક ઠેકાણે હતો. ચીન પણ એમાંથી બાકાત નહોતું. મહિલાઓને ભણાવવાનું ચીનમાં વર્જ્ય મનાતું હતું. તેઓ ઇચ્છે તોય સાહિત્ય લખી કે વાંચી નહોતી શકતી. જોકે એજ્યુકેશનના હિમાયતી કેટલાક ચળવળકારોએ છૂપી રીતે મહિલાઓને શિક્ષણ આપી શકાય એ માટે પોતાની આગવી લિપિ વિકસાવી હતી. લગભગ ૪૦૦ વર્ષ પહેલાં નુશુ નામની ફીમેલ સ્ક્રિપ્ટ એટલે કે મહિલાઓની લિપિ તૈયાર કરવામાં આવી હતી જેના માધ્યમથી મહિલાઓ ગુપ્ત રીતે ચાઇનીઝ શીખી શકતી હતી. આ મહિલાઓ નુશુ લિપિનો ઉપયોગ કરીને પત્રો લખતી. પોતાના મનની વાતોની અભિવ્યક્તિ કરતી કવિતાઓ આ લિપિમાં લખતી. ક્યારેક કપડાં, રૂમાલ અને પર્સનલ ચીજો પર ભરતકામ કરીને સીક્રેટ કમ્યુનિકેશન પણ કરતી હતી. જોકે જેમ-જેમ સ્ત્રી-શિક્ષણ કાનૂની બનતું ગયું એમ આ લિપિ પણ ભૂંસાતી ગઈ. તાજેતરમાં બીજિંગમાં એક વર્કશૉપ દરમ્યાન નુશુ લિપિ શીખવતી એક બુક લોકો સામે મૂકવામાં આવી હતી.


