નોએડામાં ચોરીની ગજબની ઘટના બની હતી. સેક્ટર-૧૮માં BMW કાર એક દુકાન પાસે ઊભી રહી. એમાંથી એક મહિલા ઊતરી અને દુકાનની બહાર ગોઠવેલાં કૂંડાં પાસે ઊભી રહી ગઈ.
અજબગજબ
BMW કારમાંથી એક મહિલા ઊતરી અને દુકાનની બહાર ગોઠવેલાં કૂંડાં ચોરી કરીને ગઈ.
નોએડામાં ચોરીની ગજબની ઘટના બની હતી. સેક્ટર-૧૮માં BMW કાર એક દુકાન પાસે ઊભી રહી. એમાંથી એક મહિલા ઊતરી અને દુકાનની બહાર ગોઠવેલાં કૂંડાં પાસે ઊભી રહી ગઈ. થોડી વાર આમતેમ જોયું અને તક મળી કે તરત તેણે ફૂલનું એક કૂંડું ઉઠાવીને કારમાં મૂકી દીધું અને ત્યાંથી ચાલી ગઈ. ૨૫ ઑક્ટોબરે આ ચોરી થઈ હતી અને દુકાનના CCTV કૅમેરામાં ઘટના કેદ થઈ હતી. જોકે હજી સુધી આ મુદ્દે કોઈ પોલીસ-ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે કારના નંબરના આધારે મહિલા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે.