બહેને પોતાના ડૉગીને બેસિક મૅનર્સ, શિષ્ટતા અને સાચો વ્યવહાર કરતાં શીખવવા માટે આ ટ્રેઇનિંગ સ્કૂલમાં મોકલવાનું શરૂ કર્યું છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ચીનમાં ટાઓટાઓ નામનાં એક બહેન પોતાના ડૉગીને ભણાવવા માટે દર મહિને ૧.૬ લાખ રૂપિયા ખર્ચી રહ્યાં છે. ઑફિસની વ્યસ્તતા વચ્ચે ટાઓટાઓ પોતાના પાળતુ ડૉગીને ડૉગ સ્કૂલ એટલે કે કિંડરગાર્ટનમાં મોકલી રહી છે. તેણે પોતાના ડૉગીને બેસિક મૅનર્સ, શિષ્ટતા અને સાચો વ્યવહાર કરતાં શીખવવા માટે આ ટ્રેઇનિંગ સ્કૂલમાં મોકલવાનું શરૂ કર્યું છે. આ એવી સ્કૂલ છે જ્યાં ઍડ્મિશન પહેલાં કૂતરાની પર્સનાલિટી ટેસ્ટ પણ લેવાય છે. એને ગમે ત્યારે ભસવાનું નહીં એની, ગુસ્સો કાબૂમાં રાખવાની અને માલિકના આદેશો મુજબ વર્તવાની બિહેવિયર ટ્રેઇનિંગ આપવામાં આવે છે. આ સ્કૂલ ડૉગને ઘરેથી પિક-અપ કરી જાય છે અને સ્કૂલ પત્યા પછી પાછો ઘરે પણ છોડી જાય છે. દરેક ડૉગના સ્વભાવ મુજબ ટ્રેઇનિંગ આપવામાં આવતી હોવાથી એ સામાન્ય ટ્રેઇનિંગ કરતાં અલગ છે. જોકે આ માટે ટાઓટાઓ બહેન મહિને ૧.૬ લાખ રૂપિયા ખર્ચે છે.
