Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દાંતથી ગાજર કરડીને બનાવી ગ્રેટ વૉલ ઑફ ચાઇના

દાંતથી ગાજર કરડીને બનાવી ગ્રેટ વૉલ ઑફ ચાઇના

Published : 30 March, 2026 02:28 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં રહેતી પચીસ વર્ષની ચેન કિન નામની કન્યા દાંતથી ગાજર કરડીને એની મૂર્તિ બનાવવામાં માહેર છે.

ગાજર કરડીને બનાવેલ શિલ્પ

અજબ ગજબ

ગાજર કરડીને બનાવેલ શિલ્પ


ચીનમાં રહેતી પચીસ વર્ષની ચેન કિન નામની કન્યા દાંતથી ગાજર કરડીને એની મૂર્તિ બનાવવામાં માહેર છે. તેણે ગાજરને દાંતથી કાપીને એમાંથી નાનાં જાનવરો, કાર્ટૂન કૅરૅક્ટર્સ અને ગ્રેટ વૉલ ઑફ ચાઇના જેવાં અઘરાં સ્ટ્રક્ચર્સનાં શિલ્પો બનાવ્યાં છે. ચિનબહેનને ગયા વર્ષે અચાનક જ ગાજર ખાતી વખતે આવાં શિલ્પો બનાવવાનું સૂઝ્યું હતું. સ્પ્રિન્ગ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો અને તે ગાજરને ચોક્કસ આકારમાં કાપીને ખાઈ રહી હતી ત્યારે તેને એ કપાયેલાં ગાજરને ગોઠવીને અવનવા શેપ બનાવવાનું મન થયું અને એમાંથી પેદા થઈ આ અનોખી કળા. પહેલાં તે ગાજરની ચિપ્સ કે ટુકડા બનાવવાનું કામ છરીથી કરે છે, પરંતુ એના પર બારીક ડિઝાઇન બનાવવાનું કામ દાંતથી કરે છે. ડિઝાઇન બનાવેલી ગાજરની ચીરીઓને ગોઠવીને એમાંથી મોટી આકૃતિઓ રચાય છે. એક મૂર્તિ બનાવતાં તેને લગભગ એક અઠવાડિયા જેટલો સમય જાય છે. જોકે એ મૂર્તિ બની ગયા પછી એ બહુ ઝાઝું ટકતી નથી, કેમ કે ગાજર બહુ જલદીથી બગડી જાય છે. અત્યાર સુધીમાં તેણે નાની-નાની ૧૦૦ મૂર્તિઓ બનાવી છે, પણ તાજેતરમાં તેણે ગ્રેટ વૉલ ઑફ ચાઇના રચીને સોશ્યલ મીડિયામાં નામ બનાવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 02:28 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK