Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુપીમાં મકાનમાલિક સાથે લુડોની ગેમમાં મહિલા પોતાની જાતને હારી ગઈ

યુપીમાં મકાનમાલિક સાથે લુડોની ગેમમાં મહિલા પોતાની જાતને હારી ગઈ

07 December, 2022 11:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં લુડો ગેમ રમવાના ઍડિક્શનના કારણે એક મહિલાની જિંદગીમાં ઊથલપાથલ મચી ગઈ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં લુડો ગેમ રમવાના ઍડિક્શનના કારણે એક મહિલાની જિંદગીમાં ઊથલપાથલ મચી ગઈ. દાવ પર લગાવવા માટે તેની પાસે રૂપિયા ખૂટી પડ્યા તો આખરે તેણે પોતાની જાતને જ દાવ પર મૂકી હતી અને તેના મકાનમાલિક સામે હારી ગઈ હતી.  
આ મહિલાનું નામ રેણુ છે. તેનો પતિ રાજસ્થાનના જયપુરમાં કામ કરીને ત્યાંથી તેને રૂપિયા મોકલાવતો હતો. આ રૂપિયાથી તે જુગાર રમતી હતી. નગર કોટવાલીમાં દેવકાલી વિસ્તારની આ ઘટના છે. આ મહિલા તેના મકાનમાલિકની સાથે રેગ્યુલર લુડો રમતી હતી.
એક દિવસ જ્યારે તેઓ બન્ને રમી રહ્યાં હતાં ત્યારે આ મહિલાની પાસે રૂપિયા ખૂટી પડ્યા તો તેણે પોતાની જાતને જ દાવ પર મૂકી દીધી હતી.
એ પછી તેણે તેના પતિને ફોન પર આખી ઘટના કહી. તેનો પતિ પ્રતાપગઢ આવ્યો અને પોલીસ-ફરિયાદ કરી. તેણે સોશ્યલ મીડિયા પર પણ તેની વ્યથા કહી અને હવે તેની પોસ્ટ વાઇરલ થઈ રહી છે. આ મહિલા હવે તેના મકાનમાલિકની સાથે રહેવા લાગી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK