૧૬ લાખ ફૉલોઅર્સ ધરાવતી આ કન્યાના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર અઢળક બાઇક-સ્ટન્ટ્સના વિડિયો જોવા મળે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક યુવતી જાણે બાઇકની પાછળ બેઠેલી હોય એમ એક જ સાઇડ પર બન્ને પગ રાખીને બેસીને બાઇક ચલાવતી હોય એવો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે. આ બાઇક સ્ટન્ટ દરમ્યાન આ છોકરી માત્ર હૅન્ડ્સ-ફ્રી બાઇકિંગ સ્ટન્ટ જ કરે છે એવું નથી, સાથે કોઈ ડાન્સ મૂવ્સ પણ કરતી જોવા મળે છે. હજી ગઈ કાલ સુધી આ સ્ટન્ટબાજ કન્યા પર કોઈ ઍક્શન લેવાઈ નહોતી. આ ઘટના પુણેની છે અને સ્ટન્ટબાજ કન્યાનું નામ માધવી કુંભાર રાજે હોવાની તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ખબર પડે છે. લગભગ ૧૬ લાખ ફૉલોઅર્સ ધરાવતી આ કન્યાના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર અઢળક બાઇક-સ્ટન્ટ્સના વિડિયો જોવા મળે છે.

