બ્રિટિશ સરકારના જણાવ્યા અનુસાર, લૅરી 2011 થી કૅબિનેટ ઑફિસના ચીફ માઉઝર તરીકે સેવા આપી રહ્યો છે. તેને બૅટરસી ડૉગ્સ એન્ડ કૅટ્સ હોમમાંથી દત્તક લેવામાં આવ્યા હતા અને ઉંદરોની સમસ્યાને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર લાવવામાં આવ્યા હતા.
લૅરી ધ કૅટ
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરના રાજીનામા બાદ, દેશમાં રાજકીય પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાજેતરના વર્ષોમાં બ્રિટનમાં વડા પ્રધાનોમાં અનેક ફેરફારો થયા છે. આ વચ્ચે પણ, 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર એક નામ સતત ચર્ચામાં રહ્યું છે તે છે લૅરી ધ કૅટનું છે, કૅબિનેટ ઓફિસના સત્તાવાર ચીફ માઉસર. કીર સ્ટાર્મરના ગયા પછી લૅરી ધ કૅટ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે તેણે છ બ્રિટિશ વડા પ્રધાનોના કાર્યકાળ દરમિયાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર જ સતત સેવા આપી છે. ડૅવિડ કેમેરોન, થેરેસા મે, બોરિસ જોહ્ન્સન, લિઝ ટ્રસ, ઋષિ સુનક અને કીર સ્ટાર્મર, આ વડા પ્રધાનોની સરકાર હેઠળ લૅરી નામનો આ બિલાડો ચીફ માઉસર રહ્યો છે.
2011 માં ચીફ માઉસર તરીકે નિયુક્ત
ADVERTISEMENT
બ્રિટિશ સરકારના જણાવ્યા અનુસાર, લૅરી 2011 થી કૅબિનેટ ઑફિસના ચીફ માઉસર તરીકે સેવા આપી રહ્યો છે. તેને બૅટરસી ડૉગ્સ એન્ડ કૅટ્સ હોમમાંથી દત્તક લેવામાં આવ્યા હતા અને ઉંદરોની સમસ્યાને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર લાવવામાં આવ્યા હતા. ત્યારથી, લૅરી સતત વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન અને તેની આસપાસના પરિસરમાં જ રહે છે. મજાની વાત એ છે કે લૅરી અનેક વખત વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર તસવીરો, જાહેર કાર્યક્રમો અને અપડેટ્સમાં દેખાય છે, જેથી તેની સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય બન્યો હતો.
અનેક વડા પ્રધાનોના કાર્યકાળમાં કામ કર્યું
Another one bites the dust. pic.twitter.com/qjVMNYcjdg
— Larry the Cat (@Number10cat) June 22, 2026
જ્યારે બ્રિટનમાં છેલ્લા 14 વર્ષોમાં અનેક વડા પ્રધાનો બદલાયા છે, ત્યારે લૅરીની ભૂમિકા યથાવત રહી છે. પરિણામે, રાષ્ટ્રીય નેતૃત્વમાં ફેરફાર થાય ત્યારે તેનું નામ ઘણીવાર ચર્ચામાં આવે છે. સમાચાર એજન્સી અનુસાર, આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ લૅરીનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેની સતત હાજરીએ તેને બ્રિટિશ સરકાર સાથે સંકળાયેલું એક પરિચિત નામ બનાવ્યું છે.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સેવા આપતો રહેશે લૅરી
લૅરીની સત્તાવાર ફરજ ઉંદરોની વસ્તીને નિયંત્રણમાં રાખવાની છે, પરંતુ સમય જતાં, તે 10 ડાઉનિંગ સ્ટ્રીટ સાથે સંકળાયેલા એક પબ્લિક ફિગર બની ગયો છે. તે નિયમિતપણે સરકારી અપડેટ્સ અને કાર્યક્રમોની તસવીરોમાં પણ જોવા મળ્યો છે. કીર સ્ટાર્મરના રાજીનામા પછી, બ્રિટનમાં નવા વડા પ્રધાનની પસંદગીની પ્રક્રિયા આગળ વધશે. જોકે, આ વચ્ચે, લૅરી ધ કૅટ તેની વર્તમાન ભૂમિકામાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તહેનાત રહેશે. 2011 થી, તે છ બ્રિટિશ વડા પ્રધાનોના કાર્યકાળ દરમિયાન એક જ સરકારી સંકુલમાં રહ્યો છે, અને નવા વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તે ત્યાં જ રહે તેવી શક્યતા છે. જેથી એવું કહી શકાય કે વડા પ્રધાન ભલે બદલાય પણ લૅર તો મંત્રી મંડળમાં રહે જ.
