ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં અયાના પોલીસ-સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ કારના બોનેટ પર બેસીને અને ઊભા રહીને સોશ્યલ મીડિયા માટે એક રીલ બનાવી હતી, પણ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસે આ ઘટનાની નોંધ લઈને કારના માલિકને ૨૨,૫૦૦ રૂપિયાનું ચલાન મોકલી આપ્યું હતું.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં અયાના પોલીસ-સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ કારના બોનેટ પર બેસીને અને ઊભા રહીને સોશ્યલ મીડિયા માટે એક રીલ બનાવી હતી, પણ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ આ ઘટનાની નોંધ લઈને UP79Z8974 નંબરની કારના માલિકને ૨૨,૫૦૦ રૂપિયાનું ચલાન મોકલી આપ્યું હતું. આ મહિલાએ એક બ્રિજ પર અને પછી બુંદેલખંડ એક્સપ્રેસવે પર આ રીલ બનાવી હતી. રીલના પહેલા ભાગમાં જ્યારે ‘તેરે કારે કારે નૈન મોપે જાદુ કર ગએ’ ગીત વાગતું હોય છે ત્યારે આ મહિલા પીળા રંગની સાડીમાં કારના બોનેટ પર બેસેલી નજરે પડે છે. પછી તે બુંદેલખંડ એક્સપ્રેસવે પર લાલ રંગની સાડીમાં કારના બોનેટ પર ઊભેલી જોવા મળે છે અને ત્યારે ‘સારી રાત મુઝે તેરી યાદ આતી રહી’ ગીત વાગતું દેખાય છે.
આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો, પણ RTOએ ચલાન કાપતાં મહિલાનું રીલ બનાવવાનું ભૂત ઊતરી ગયું હતું.

