ફોટો સાથેની કૅપ્શનમાં તેમણે લખ્યું હતું કે તામિલનાડુમાં દર વર્ષે નલ્લિયમપથી અને વાલપરાઈમાં મોટી સંખ્યામાં ચિત્રોડા ભેગાં થાય છે
આકાશમાં પક્ષીઓ વચ્ચે યુદ્ધ
તામિલનાડુના ક્લાઇમેટ ચેન્જ ઍન્ડ ફૉરેસ્ટના ઍડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કામ કરતાં આઇએસ ઑફિસર સુપ્રિયા સાહૂ ઘણા સુંદર ફોટો અને વિડિયો મૂકતાં હોય છે. તાજેતરમાં તેમણે પીળા અને કાળા રંગનાં ચિત્રોડા નામનાં પક્ષીઓ આકાશમાં લડાઈ કરી રહ્યાં હોય એવો ફોટો અને વિડિયો શૅર કર્યા છે. એ બન્ને પ્રોફેશનલ ફોટોગ્રાફર કે. એ. ધનુપરને લીધા હતા અને તેમને આને માટે અવૉર્ડ પણ મળ્યો હતો. ફોટો સાથેની કૅપ્શનમાં તેમણે લખ્યું હતું કે તામિલનાડુમાં દર વર્ષે નલ્લિયમપથી અને વાલપરાઈમાં મોટી સંખ્યામાં ચિત્રોડા ભેગાં થાય છે. એમની આકાશમાં થતી આક્રમક લડાઈ ધનુપરને કચકડામાં કેદ કરી છે. એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું કે ‘પક્ષીઓ પ્રકૃતિની સુંદરતાને વધારે છે, જીવનને સમૃદ્ધ બનાવે છે. દરેક વ્યક્તિ સમૃદ્ધ જીવન જીવવાની ઇચ્છા રાખે છે. તમામ જીવંત વસ્તુઓની સંભાળ રાખો.’

