આઇએફએસ અધિકારી બાલામુરુગને સોશ્યલ મીડિયા પર ઇન્દિરા ગાંધી નૅશનલ ફૉરેસ્ટ ઍકૅડેમીમાં લેવામાં આવેલો એક ફોટો શૅર કર્યો છે
ઝાડ પર બેસેલા પક્ષીને ઓળખી બતાવો
ટ્વિટર ઘણી વખત ગંભીર ચર્ચા તો કેટલીક વખત મનોરંજક પ્રશ્નો અને જવાબ માટેનું પ્લૅટફૉર્મ બની જાય છે. તાજેતરમાં આઇએફએસ અધિકારી બાલામુરુગને સોશ્યલ મીડિયા પર ઇન્દિરા ગાંધી નૅશનલ ફૉરેસ્ટ ઍકૅડેમીમાં લેવામાં આવેલો એક ફોટો શૅર કરીને કહ્યું હતું કે તમે શું જુઓ છો એ જણાવો. કેટલાક મૂંઝાયા તો કેટલાકે અનુમાન લગાવ્યાં. કેટલાકે કહ્યું કે ઝાડ પર પક્ષી દેખાય છે, તો કેટલાકે સચોટ કહી દીધું કે આ તો લક્કડખોદ પક્ષી જ છે. આ પક્ષી ઝાડના થડના રંગ સાથે એટલું બધું મળતું આવે છે કે ઓળખાતું જ નહોતું. અગાઉ એક આઇએફએસ અધિકારી પરવીન કાસવાને જંગલનો ફોટો શૅર કર્યો હતો અને ઘણા લોકોએ સૂકી લાકડીઓ અને પાંદડાંઓ વચ્ચે છુપાયેલા સાપને શોધી કાઢ્યો હતો.


