દક્ષિણ ચીનના નાનનિંગમાં એક ગંધારી-ગોબરી ઘટના બની હતી. સ્યુએજ પાઇપમાં કોઈક કારણથી વિસ્ફોટ થતાં માનવમળનો નારંગી રંગનો ફુવારો ઊડ્યો અને એ ૩૩ ફુટ ઊંચે ઊડ્યો હતો.
અજબગજબ
સ્યુએજ પાઇપમાં કોઈક કારણથી વિસ્ફોટ થતાં માનવમળનો નારંગી રંગનો ફુવારો ઊડ્યો
દક્ષિણ ચીનના નાનનિંગમાં એક ગંધારી-ગોબરી ઘટના બની હતી. સ્યુએજ પાઇપમાં કોઈક કારણથી વિસ્ફોટ થતાં માનવમળનો નારંગી રંગનો ફુવારો ઊડ્યો અને એ ૩૩ ફુટ ઊંચે ઊડ્યો હતો. એ રસ્તેથી નીકળેલા કેટલાક વાહનચાલકો પર મળ ઊડ્યો હતો તો પગપાળા જતા લોકોના શરીર માનવમળથી રંગાઈ ગયા હતા. કારની આખેઆખી વિન્ડસ્ક્રીન મળથી ઢંકાઈ ગઈ હતી. રસ્તા પર અને આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાતાં લોકો ત્રાસી ગયા હતા. લોકોએ એટલો હોબાળો મચાવ્યો કે તંત્ર પર તાત્કાલિક નવી સુએઝ પાઇપ નાખવાનું દબાણ વધી ગયું હતું.