જોકે સિંહભાઈ આકાશમાંથી છલાંગ મારે એ વાત જ હજમ થાય એવી નથી લાગતી. આકાશમાં ઊંચાઈએથી નીચે પડતી વખતે પણ સિંહભાઈ શાંત છે એ વધુ નવાઈ પમાડનારું છે.
સિંહ સાથે સ્કાયડાઇવિંગ
છેલ્લા એક વીકથી સોશ્યલ મીડિયા પર સ્કાયડાઇવિંગનો એક વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે. લગભગ પાંચ કરોડથી વધુ વ્યુઝ મેળવી ચૂકેલો આ વિડિયો ઓરિજિનલી travelling.Shilong નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે. એમાં સુંદર કેશવાળી ધરાવતો સિંહ હજારો ફુટ ઊંચાઈએ હેલિકૉપ્ટરમાંથી છલાંગ મારી રહ્યો છે. એની સાથે સ્કાયડાઇવિંગ ટ્રેઇનર પર પણ પાછળ જ છે. જોકે સિંહભાઈ આકાશમાંથી છલાંગ મારે એ વાત જ હજમ થાય એવી નથી લાગતી. આકાશમાં ઊંચાઈએથી નીચે પડતી વખતે પણ સિંહભાઈ શાંત છે એ વધુ નવાઈ પમાડનારું છે.
ADVERTISEMENT
View this post on Instagram
ઇન્ટરનેટ પર અત્યારે ચર્ચા છેડાઈ છે કે સિંહ પાસેથી હકીકતમાં આવું કરાવવું લગભગ અશક્ય છે એટલે આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા ક્રીએટ થયેલો વિડિયો હોવો જોઈએ, જ્યારે કેટલાક લોકો આને સચ્ચાઈ માને છે. ઊંચાઈ પરથી નીચે પડતી વખતે પણ સિંહ જે ધીરગંભીર મુદ્રામાં છે એનાથી એ નકલી હોવાની સંભાવના વધુ છે. જોકે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી આ વિડિયો બન્યો હોય તો પણ આવી કલ્પના કરવી પણ યુનિક છે. વિડિયો બનાવનારા કરતાંય વધુ ક્રીએટિવ તો એમાં કમેન્ટ લખનારા છે. એક વ્યક્તિ લખે છે, ‘સિંહને સ્કાયડાઇવિંગ કરાવવા માટે કન્વીન્સ કોણે કર્યો હશે?’ તો વળી બીજાએ લખ્યું છે, ‘હવે જંગલો પર રાજ કરીને કંટાળો આવી ગયો એટલે આસમાન પર આધિપત્ય જમાવવા માગે છે સિંહરાજા.’ તો સિંહની ગંભીર મુખમુદ્રા પાછળના સ્કાયડાઇવરને ચેતવણી આપતાં કોઈકે લખ્યું છે, ‘સિંહ મનમાં વિચારી રહ્યો છે કે નીચે તો પહોંચવા દે, સૌથી પહેલાં તને જ ખાઈશ.’

