એક દિવસ તેના સ્કૂલનું હોમવર્ક લખેલા કાગળની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી અને એ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઈ ગયા હતા
નેપાલની પ્રકૃતિ મલ્લા નામની છોકરીના અક્ષરોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે
આજના ડિજિટલ યુગમાં હવે લોકો પોતાની સહી શુદ્ધ રીતે માંડ કરી શકે છે ત્યાં નેપાલની એક કન્યા એવા મરોડદાર અક્ષરોમાં લખે છે કે જાણે એ ટાઇપ થઈ રહ્યું હોય. સાફસૂથરા અક્ષરો વ્યક્તિની ધીરજ અને કળાનું પ્રતિબિંબ છે એવું મનાય છે. જોકે નેપાલની પ્રકૃતિ મલ્લા નામની છોકરીના અક્ષરોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે. એને દુનિયાના સૌથી સુંદર અક્ષરો કહેવાય છે અને પ્રકૃતિને હૅન્ડરાઇટિંગ ક્વીનનું હુલામણું નામ અપાયું છે.
એક દિવસ તેના સ્કૂલનું હોમવર્ક લખેલા કાગળની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી અને એ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઈ ગયા હતા. તેના મરોડદાર અક્ષરો જોઈને નેપાલની આર્મીના અધિકારીઓએ પણ પ્રકૃતિનું સન્માન કર્યું હતું. થોડા સમય પહેલાં પ્રકૃતિએ યુનાઇટેડ આરબ એમિરેટ્સના ૫૧મા ‘સ્પિરિટ ઑફ ધી યુનિયન’ નામના કાર્યક્રમમાં પોતાના હાથે લખેલો પત્ર એમિરેટ્સ એમ્બેસીમાં આપ્યો હતો. એ પછી તો દુનિયાભરમાં તેના અક્ષરોની વાહવાહી થઈ ગઈ હતી.


