Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પિતાએ પોતે ધનવાન હોવાની વાત છેક ૨૦ વર્ષ સુધી દીકરાથી છુપાવી

પિતાએ પોતે ધનવાન હોવાની વાત છેક ૨૦ વર્ષ સુધી દીકરાથી છુપાવી

27 March, 2024 09:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવું તેમણે એટલા માટે કર્યું હતું જેથી તેમનો પુત્ર વિનમ્ર બને અને મહેનત કરીને સફળતા મેળવે.

 ૨૪ વર્ષનો ઝાંગ ઝિલોંગ માલા

Offbeat

૨૪ વર્ષનો ઝાંગ ઝિલોંગ માલા


સામાન્ય રીતે એક સમૃદ્ધ વ્યક્તિ પોતાના બાળકની બધી જરૂરિયાત નાનપણથી જ પૂરી કરતો રહે છે અને તેને કોઈ વાતની કમી ન રહે એ સુનિશ્ચિત કરે છે. જોકે ચીનમાં એક યુવક ૨૦ વર્ષ સુધી એ વાતથી અજાણ હતો કે તે એક કરોડપતિનો દીકરો છે! ૨૪ વર્ષનો ઝાંગ ઝિલોંગ માલા પ્રિન્સ નામની બ્રૅન્ડના પ્રમુખ ઝાંગ યુડોંગનો પુત્ર છે. તેમની બ્રૅન્ડ વર્ષે ૬,૯૨,૬૬,૫૪,૩૫૮ રૂપિયાનું ઉત્પાદન કરે છે. ઝાંગ ઝિલોંગ પિતાની પ્રખ્યાત બ્રૅન્ડથી વાકેફ હતો, પણ તેને કહેવામાં આવતું કે કંપનીને ચાલુ રાખવા માટે પરિવારના માથે દેવું થઈ ગયું છે. ઝિલોંગ એક સામાન્ય ફ્લૅટમાં મોટો થયો હતો અને પોતાના પરિવારની ઓળખનો ઉપયોગ કર્યા વગર સ્કૂલમાં ઍડ્મિશન મેળવ્યું હતું. યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ તે નોકરી કરવા માગતો હતો જેથી તેનો પરિવાર દેવામાંથી બહાર આવે. જોકે ઝાંગ યુડોંગે પુત્રના ગ્રૅજ્યુએશન દરમ્યાન રહસ્ય છતું કર્યું કે તેઓ કરોડપતિ છે. આવું તેમણે એટલા માટે કર્યું હતું જેથી તેમનો પુત્ર વિનમ્ર બને અને મહેનત કરીને સફળતા મેળવે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2024 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK