બસ-ડ્રાઇવર ખોટી દિશામાં આવતો હોવા છતાં તેણે પહેલાં તો બાઇકર સાથે જીભાજોડી કરી હતી
બાઇકર બરાબર બસની સામે આવીને ઊભો રહી ગયો હતો
તેલંગણની રાજધાની હૈદરાબાદમાં સ્ટેટ રોડવેઝની એક બસ રૉન્ગ સાઇડમાં ઘૂસી ગઈ હતી. એ જોઈને પોતાની સાચી લેનમાં જઈ રહેલા મોટા ભાગનાં વાહનો સાઇડમાંથી જગ્યા કરીને નીકળી રહ્યાં હતાં, પણ એક બાઇકર બરાબર બસની સામે આવીને ઊભો રહી ગયો હતો. બસવાળાએ હૉર્ન મારવાનું શરૂ કર્યું, પણ બાઇકરે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. બસ-ડ્રાઇવર ખોટી દિશામાં આવતો હોવા છતાં તેણે પહેલાં તો બાઇકર સાથે જીભાજોડી કરી હતી. જોકે એ પછી પણ બાઇકર ટસનો મસ ન થતાં આખરે બસ-ડ્રાઇવર બસને રિવર્સમાં લઈ ગયો અને સાચી લેનમાં જઈને આગળ વધ્યો હતો. સોશ્યલ મીડિયામાં બાઇકરની આ જીદ લોકોને ગમી ગઈ હતી.
