લોકોએ આ ટ્રાફિક જૅમની તુલના બૅન્ગલોર સાથે કરી હતી. ટ્રાફિક જૅમવાળા રસ્તા પર વાહનો ધીમે-ધીમે આગળ વધી રહ્યાં છે
ગુડગાંવનો ટ્રાફિક
હરિયાણાના ફાઇનૅન્શિયલ હબ ગુડગાંવના સેક્ટર ૨૪માં સાઇબર હબ નજીક લેવામાં આવેલા ટ્રાફિક જૅમના એક વિડિયોને સોશ્યલ મીડિયામાં લાખો લોકોએ જોયો છે. લોકોએ આ ટ્રાફિક જૅમની તુલના બૅન્ગલોર સાથે કરી હતી. ટ્રાફિક જૅમવાળા રસ્તા પર વાહનો ધીમે-ધીમે આગળ વધી રહ્યાં છે. આ ફુટેજ ભીડના સમયે ભારે ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરોની રોજની યાતના દર્શાવે છે. આ વિડિયો શૅર કરનારા @nomadic_ankit_ નામના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર બૅકગ્રાઉન્ડમાં બૉલીવુડના લોકપ્રિય ગીતની એક પંક્તિ ‘અબ તો આદત સી હૈ મુઝકો ઐસે જીને કી’ વાગી રહી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે અબ ફરક નહીં પડતા.


