ગલીના નાકે પાર્ક કરેલી બાઇક સાથે અથડાઈને કાર અટકી જાય છે અને એમાં બેસેલાં બાળકો બહાર નીકળી જાય છે
CCTV કૅમરાનાં ફુટેજ
હરિયાણાના રેસિડેન્શ્યલ વિસ્તારની ગલીમાં સગીર બાળકો ખતરનાક રીતે કાર ચલાવતાં હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઘટના ૧૬ જુલાઈની છે જેમાં કાર ચલાવનારા કિશોરે કાર પર કાબૂ ગુમાવ્યો હતો અને તે ગલીમાં પાર્ક કરેલી ઘણી બાઇકો સાથે અથડાયો હતો. વિડિયોમાં દેખાય છે કે બાળકો અને રાહદારીઓ જીવ બચાવવા દોડી રહ્યાં છે. વિડિયોમાં બે CCTV કૅમરાનાં ફુટેજ છે, બીજા ફુટેજમાં બે બાળકો જીવ બચાવીને દોડતાં જોવા મળે છે. ત્યાં ગલીના નાકે પાર્ક કરેલી બાઇક સાથે અથડાઈને કાર અટકી જાય છે અને એમાં બેસેલાં બાળકો બહાર નીકળી જાય છે. રાહદારીઓ કાર પાસે પહોંચે છે. સદ્નસીબે કોઈને ઈજા થઈ નથી.


