મોમોઝ આમ તો તિબેટિયન મૂળની ડિશ છે. નેપાલીઝ ફૂડમાં એને ડમ્પલિંગ કહેવાય છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મોમોઝ આમ તો તિબેટિયન મૂળની ડિશ છે. નેપાલીઝ ફૂડમાં એને ડમ્પલિંગ કહેવાય છે. જોકે ભારતમાં આ મોમોઝ અને ડમ્પલિંગનું એટલું ફ્યુઝન થયું છે કે ન પૂછો વાત. જોકે દિલ્હીના એક ફેરિયાએ મોમોઝનું એવું ફ્યુઝન કર્યું છે કે ઇન્ટરનેટ પર આગ લાગી ગઈ છે. સ્ટ્રીટ-ફૂડ પીરસતા આ ફેરિયાએ મોમોઝને લીચી ફ્લેવર આપી છે. એ માટે તેણે લીચીનો જૂસ સૉસમાં ઉમેર્યો છે અને પછી એમાં લીચીના કટકા ઉમેર્યા છે. તે ભારતીય ચટપટા મસાલા નાખીને બધું બરાબર સાંતળે છે અને છેલ્લે એમાં તળેલાં મોમોઝ ઉમેરીને પીરસે છે. લીચી જેવા રસીલા ફળ અને મોમોઝ જેવી માસૂમ ડિશ સાથે આ ફેરિયાએ જે મજાક કરી છે એ માટે એક જણે કમેન્ટ લખી હતી કે ‘આ કૃત્ય માટે તો પાપ લાગશે.’ સેંકડો લોકો આ કમેન્ટ સાથે સહમત થયા હતા.


