એકેય કૂતરાને બાંધીને રાખવામાં નથી આવ્યો અને છતાં કોઈ જ ઉપદ્રવ નથી. આ મોટરસાઇકલ પર સ્થાનિક ભાષામાં બે પાટિયાં મૂકવામાં આવ્યાં છે.
એક બહેન મૉડિફાય કરેલી મોટરસાઇકલ પર ૧૨ કૂતરાઓને લઈને જઈ રહ્યાં
વિયેટનામનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક બહેન મૉડિફાય કરેલી મોટરસાઇકલ પર ૧૨ કૂતરાઓને લઈને જઈ રહ્યાં છે. દરેક કૂતરાને બેસવા માટે પુષ્કળ જગ્યા છે અને બધા જ લાંબા થઈને આરામ ફરમાવતા હોય એવી મુદ્રામાં બેઠા છે. એકેય કૂતરાને બાંધીને રાખવામાં નથી આવ્યો અને છતાં કોઈ જ ઉપદ્રવ નથી. આ મોટરસાઇકલ પર સ્થાનિક ભાષામાં બે પાટિયાં મૂકવામાં આવ્યાં છે. એકમાં લખ્યું છે કે પ્રેમથી ભરેલી એક જગ્યા અને બીજામાં લખ્યું છે – યે મત પૂછો કિ મેરે પાસે ઇતને સારે કુત્તે ક્યોં હૈ?


