Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શું તમે ખાઈ શકો ચૉકલેટ બિરયાની?

શું તમે ખાઈ શકો ચૉકલેટ બિરયાની?

01 August, 2021 11:07 AM IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનના કરાચીનો એક વિડિયો વાઇરલ થયો છે

ચૉકલેટ બિરયાની

ચૉકલેટ બિરયાની


બિરયાની સાથે ફૂડી લોકોની લાગણી જોડાયેલી છે, કાંઈક આવી જ લાગણી ચૉકલેટ સાથે પણ જોડાયેલી છે. કોઈની પણ અત્યંત પસંદની વાનગીની યાદીમાં બિરયાની અને ચૉકલેટ પ્રથમ જ હોય એમાં બેમત નથી, પણ શું થાય જો બિરયાનીમાં ચૉકલેટનું ગાર્નિશિંગ કરાય.

પાકિસ્તાનના કરાચીનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં ચૉકલેટથી ગાર્નિશ કરેલી બિરયાની એક વ્યક્તિ ખૂબ હોશથી ખાઈ રહ્યો છે.



આ વિડિયોને અત્યાર સુધી ૨૭,૦૦૦ વ્યુઝ મળ્યા છે. આ આંકડો સતત વધી રહ્યો છે. અનેક લોકોએ વિડિયો જોયા બાદ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે વિડિયોમાં દેખાતી વ્યક્તિ પોતાને ગમતી ન હોવા છતાં ચૉકલેટથી ગાર્નિશ કરેલી બિરયાનીને વખાણી રહ્યો છે. કેટલાકે આ વાનગીથી ત્રસ્ત થઈને લખ્યું છે કે હવે એ દિવસો દૂર નથી જ્યારે કોઈ વૅનિલા પુલાવ બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકે.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2021 11:07 AM IST | Karachi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK