સોશ્યલ મીડિયામાં આ વિડિયો જોઈને લોકોને ઊંટની ચિંતા થઈ રહી છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
તમે બાઇક પર તો સફર કરી હશે અને જો રેગિસ્તાન બાજુ ફરવાનું થયું હોય તો ઊંટ પર પણ સવારી કરી હશે. જોકે સોશ્યલ મીડિયા પર એક વિડિયો ફરી રહ્યો છે એમાં એક ઊંટ બાઇક પર બેસીને સફર કરી રહ્યું છે. ઊંટ જેટલું જાયન્ટ અને કદાવર પ્રાણી બાઇક પર બેસી શકે એ વાત માન્યામાં આવે એવી નથી, પરંતુ સ્ટન્ટબાજોએ ઊંટના પગને બાંધીને એને બે બાઇકરોની વચ્ચે ગોઠવ્યું છે. સોશ્યલ મીડિયામાં આ વિડિયો જોઈને લોકોને ઊંટની ચિંતા થઈ રહી છે. જોકે આ વિડિયો ક્યાંનો છે એની કોઈ સ્પષ્ટતા સોશ્યલ મીડિયામાં થઈ નથી.


