મુંબઈ લોકલ ટ્રેનમાં ભીડના સમયે પ્રવાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે એમાં પણ પ્રવાસીઓને જ્યારે સાંજના સમયે ઘરે જતી વખતે મોટાભાગે ટ્રેનના ગેટ પર લટકતાં-લટકતાં યાત્રા કરવી પડે છે. ભીડના સમયે લોકલના ડબ્બામાં ઊભા રહેવાની પણ જગ્યા નથી હોતી.
મુંબઈ લોકલ ટ્રેન (ફાઈલ તસવીર)
મુંબઈ લોકલ ટ્રેનમાં ભીડના સમયે પ્રવાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે એમાં પણ પ્રવાસીઓને જ્યારે સાંજના સમયે ઘરે જતી વખતે મોટાભાગે ટ્રેનના ગેટ પર લટકતાં-લટકતાં યાત્રા કરવી પડે છે. ભીડના સમયે લોકલના ડબ્બામાં ઊભા રહેવાની પણ જગ્યા નથી હોતી. આ કારણે માંડ ઊભા રહીને પ્રવાસ કરવો પડતો હોય છે. એમાં એક યુવક પોતાની સાથે ટ્રેનમાં બકરીને પણ ચડાવવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે.
પ્રવાસીઓથી ખચોખચ ભરેલી ભીડમાં મુંબઈ લોકલમાં પ્રવાસ કરવું લોકો માટે એક મોટો પડકાર હોય છે. એવામાં લોકલ ટ્રેનમાં એક બકરીએ પણ મનુષ્યો સાથે બકરીએ પણ પ્રવાસ કર્યો જેનો વીડિયો સામે આવ્યો છે. એક યાત્રી બકરીને લઈને લોકલ ટ્રેનમાં યાત્રા કરતો જોવા મળી રહ્યો છે. આ બકરીની લોકલ યાત્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
લોકલમાં બકરીની મુસાફરી
લોકલ ટ્રેન મુંબઈવાસીઓની `જીવનરેખા` છે. દરરોજ લાખો મુસાફરો ભારે ભીડમાં મુસાફરી કરે છે. પરંતુ હવે બકરીઓ પણ લોકલ ટ્રેનના માલસામાનના ડબ્બામાં મુસાફરી કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં, કુર્લા સ્ટેશનથી કલ્યાણ જતી ટ્રેનમાં એક વ્યક્તિ બકરી સાથે મુસાફરી કરી રહ્યો છે. આ મુસાફરે સાંજે 6:08 વાગ્યે લોકલ ટ્રેનમાં બકરી સાથે મુસાફરી કરી હતી.
View this post on Instagram
અગાઉ એક કૂતરો પણ લોકલમાં મુસાફરી કરી ચૂક્યો હતો
થોડા દિવસો પહેલા એક કૂતરો પણ લોકલમાં મુસાફરી કરી ચૂક્યો હતો. એક મહિલા કૂતરા સાથે મુસાફરોથી ભરેલા લોકલ ડબ્બામાં ચઢી ગઈ હતી. તે મહિલા મુસાફરે કૂતરાને પોતાની બેગમાં રાખ્યો હતો. લોકલમાં મુસાફરો ખૂબ જ કુતૂહલથી મહિલા સાથે આવેલા કૂતરાને જોઈ રહ્યા હતા. મુસાફરોને લોકલમાં સરળતાથી ઊભા રહેવાની જગ્યા મળતી નથી, એક કૂતરો એ જ લોકલમાં સુરક્ષિત મુસાફરી કરે છે. કૂતરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ ઘટનાએ લોકલ ટ્રેનોમાં મુસાફરો સાથે પ્રાણીઓની મુસાફરી અંગે ચર્ચા શરૂ કરી છે
નોંધનીય છે કે, મુંબઈની લોકલ ટ્રેન મુંબઈની લાઈફલાઈન એટલે કે જીવાદોરી સમાન છે. ચોમાસું શરૂ થઈ ગયું છે અને વરસાદ શરૂ થતાં મુંબઈની લોકલ સર્વિસ ખોરવાઈ હોવાના સમાચાર વધી જતાં હોય છે. મુંબઈની લોકલ ટ્રેનમાં પિક અવર્સ એટલે કે લોકોના કામ પર જવાનો અને કામ પરથી પાછા ફરવાના સમય દરમિયાન ભીડ એટલી બધી વધારે હોય છે કે ઘણીવાર લોકો લટકીને પ્રવાસ કરતાં હોય છે. આ બધા વચ્ચે લોકો સાથે અકસ્માત સર્જાવાની ઘટનાઓ પણ ઘણી બધી ઘટતી હોય છે. એવામાં જ્યારે કોઈ યુવક બકરી લઈને ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્રયત્ન કરે તો આ મુદ્દો વધે એમાં કોઈ નવી વાત નથી. જો કે આ પહેલા પણ એક ઘટના એવી ઘટી હતી જેમાં એક મહિલા કૂતરાને પોતાની સાથે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરાવી રહી હતી.


