કિટકૅટ, ફાઇવસ્ટાર, મિલ્કી બાર અને ફેરેરો રોચર જેવી ચૉકલેટ ગોઠવીને તેણે ચોટલાનો શણગાર કર્યો છે.

નવોઢાના શૃંગારમાં ચૉકલેટનાં ઘરેણાં અને ચૉકલેટની હેરસ્ટાઇલ
ભારતમાં લગ્ન હંમેશાં ભપકાદાર રહ્યાં છે. અનેક ધાર્મિક વિધિ તેમ જ મહેમાનોની ભીડ વચ્ચે નવપરિણીત યુગલ વિશેષ દેખાવા માગતું હોય એ સામાન્ય વાત છે અને એમાં પણ નવવધૂના શ્રૃંગાર વિશે તો મહિનાઓથી તૈયારી ચાલતી હોય છે. નવવધૂને પ્રત્યેક પ્રસંગ પછી એ હલદી, મેંદી, સંગીત કે લગ્ન હોય; આગવો મેકઅપ, આભૂષણ અને વસ્ત્રસજ્જા કરવાની હોંશ હોય એ સ્વાભાવિક છે.
મેકઅપ-આર્ટિસ્ટ ચિત્રાએ એક નવવધૂનો ફોટો અને વિડિયો શૅર કર્યા છે, જેને તેણે તૈયાર કરી હતી. આ દુલ્હનની વિશેષતા એ છે કે તેણે આખો શ્રૃંગાર ચૉકલેટથી કર્યો છે. કિટકૅટ, ફાઇવસ્ટાર, મિલ્કી બાર અને ફેરેરો રોચર જેવી ચૉકલેટ ગોઠવીને તેણે ચોટલાનો શણગાર કર્યો છે. કાનમાં લટકણ સાથે મૅન્ગો બાઇટ ચૉકલેટ લગાડી છે, જે તેના પીળા રંગનાં વસ્ત્રો સાથે મૅચ થાય છે. આ બધાથી આગળ વધીને તેણે માંગપટ્ટી, માંગટીકા અને ગળાના હારમાં પણ એક્લેર્સ અને અન્ય ચૉકલેટથી સજાવટ કરી છે.
આ પણ વાંચો : યુવાની પાછી મેળવવા વર્ષે ૧૬.૩૧ કરોડ રૂપિયાનો ખર્ચ
ઇન્સ્ટાગ્રામ પર શૅર કરાયા બાદથી અત્યાર સુધી વિડિયોને બે લાખ લાઇક્સ અને ૬૦ લાખ વ્યુઝ મળ્યા છે. કેટલાકે આ શ્રૃંગારની સરાહના કરી છે, તો કેટલાકે આલોચના કરી છે.