Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પિતાના અવસાન બાદ દિલ્હીમાં રોલ વેચી રહ્યો છે આ ૧૦ વર્ષનો છોકરો : વાઇરલ વિડિયો પર આનંદ મહિન્દ્રનું ધ્યાન ગયું

પિતાના અવસાન બાદ દિલ્હીમાં રોલ વેચી રહ્યો છે આ ૧૦ વર્ષનો છોકરો : વાઇરલ વિડિયો પર આનંદ મહિન્દ્રનું ધ્યાન ગયું

07 May, 2024 09:31 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિતાના અવસાન બાદ જસપ્રીતની મમ્મી તેને અને ૧૪ વર્ષની બહેનને મૂકીને પંજાબ જતી રહી છે.

વાઇરલ વિડિયોની તસવીર

લાઇફ મસાલા

વાઇરલ વિડિયોની તસવીર


દિલ્હીના તિલકનગરમાં ૧૦ વર્ષનો એક છોકરો રોલ વેચતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. સ્કૂલ જતા જસપ્રીતના માથે નાની ઉંમરમાં જ ઘરની જવાબદારી આવી પડી છે. એક ફૂડ-વ્લૉગરે શૅર કરેલા વિડિયોમાં જસપ્રીતે જણાવ્યું હતું કે મારા પિતાનું TBથી મૃત્યુ થતાં તેમનો સ્ટ્રીટ-સ્ટૉલ હવે હું સંભાળી રહ્યો છું. પિતાના અવસાન બાદ જસપ્રીતની મમ્મી તેને અને ૧૪ વર્ષની બહેનને મૂકીને પંજાબ જતી રહી છે. આ વિડિયો જોયા બાદ ઘણા લોકોએ જસપ્રીતને મદદ કરવાની વાત કરી હતી. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ લખ્યું હતું, ‘જસપ્રીતની હિંમતને સલામ છે, પણ તેના શિક્ષણ પર કોઈ અસર ન થવી જોઈએ. મહિન્દ્ર ફાઉન્ડેશન તેના ભણતરને પ્રોત્સાહન આપવા માટે બનતા પ્રયત્ન કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 09:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK