Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક જ છોકરા સાથે લગ્ન કરનારી ત્રણ બહેનો ફરી ગઈ, ‘આ સાચાં લગ્ન નહોતાં, પણ પ્રૅન્ક હતો.’

એક જ છોકરા સાથે લગ્ન કરનારી ત્રણ બહેનો ફરી ગઈ, ‘આ સાચાં લગ્ન નહોતાં, પણ પ્રૅન્ક હતો.’

Published : 29 July, 2026 06:59 PM | IST | Amroha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના અમરોહામાં ત્રણ યુવતીઓએ એક જ યુવક સાથે લગ્ન કર્યા હોવાનો વાયરલ વીડિયો આખરે પ્રૅન્ક નીકળ્યો. ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ હાજર થઈ યુવતીઓએ કબૂલ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ લેખિત માફી પણ માગવામાં આવી.

એક જ છોકરા સાથે લગ્ન કરનારી ત્રણ બહેનો ફરી ગઈ, ‘આ સાચાં લગ્ન નહોતાં, પણ પ્રૅન્ક હતો.’

એક જ છોકરા સાથે લગ્ન કરનારી ત્રણ બહેનો ફરી ગઈ, ‘આ સાચાં લગ્ન નહોતાં, પણ પ્રૅન્ક હતો.’


ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ધોરિયા ગામની ૩ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કરી લીધાં એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. જ્યારે આ બાબતે પોલીસે ચારેયને ચોકી પર બોલાવીને પૂછપરછ કરી હતી ત્યારે ત્રણેય બહેનોએ કદી અલગ ન પડવું હોવાથી પોતાની મરજીથી આ લગ્ન કર્યાં હોવાનું કહ્યું હતું. જોકે આ ત્રણ બહેનોમાંથી સૌથી નાની છોકરી હજી પુખ્ત ન હોવાની વાતને કારણે ચોતરફ સવાલો ઊઠી રહ્યા હતા. આખરે આ મામલે ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC)એ હસ્તક્ષેપ કર્યો. કડક ભાષામાં CWCએ નોટિસ મોકલીને ચારેયને હાજર રહેવાનું કહ્યું હતું અને જો કાનૂની રીતે કંઈ પણ ખોટું થયું હશે તો કડક સજા કરવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી. આ નોટિસના જવાબમાં ત્રણેય છોકરીઓ સોમવારે CWC સમક્ષ હાજર થઈ હતી અને તેમણે કબૂલી લીધું હતું કે તેમણે લગ્ન નથી કર્યાં, માત્ર સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માટે આ પ્રૅન્ક કર્યો હતો. CWCએ પણ બહેનો પાસે લેખિતમાં આ વાત કબૂલ કરાવીને માફી મગાવી હતી. 
હકીકતમાં આ ત્રણ બહેનો પણ સગી નથી. મોટી બે બહેનો અલકા અને દેવિકા સાથે છેલ્લાં ૬ વર્ષથી તેમની માસીની દીકરી પણ સાથે રહે છે જે હજી પુખ્ત નથી. ત્રણેય જણ યુટ્યુબ પર કૉમેડી અને મનોરંજક વિડિયો બનાવે છે. તેમની યુટ્યુબ ચૅનલ પર ૪ લાખથી વધુ ફૉલોઅર્સ છે. હજી વધુ વાઇરલ થવા માટે તેમણે પોતાની ચૅનલ માટે વિડિયો-શૂટિંગનું કામ કરતા છોકરા સાથે લગ્ન કરી લીધાં હોય એવા વિડિયો શૂટ કર્યા હતા. તેમને હતું કે આ પ્રૅન્કથી ઝડપથી ફૉલોઅર્સ વધશે. જોકે ફૉલોઅર્સની સાથે મુસીબત પણ વધતી જણાતાં તેમણે સાચું કબૂલી લીધું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 06:59 PM IST | Amroha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK