ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોરને કારણે ટ્રેન પોણો કલાક મોડી પડી હતી
દુર્ઘટનાસ્થળ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોરને કારણે ટ્રેન પોણો કલાક મોડી પડી હતી. લખનઉથી કાસગંજ જઈ રહેલી પૅસેન્જર ટ્રેનના એન્જિન સાથે એક મોર ટકરાયો હતો. એને કારણે ટ્રેનની ઇલેક્ટ્રિક સપ્લાય તૂટી ગઈ. શિવરાજપુર રેલવે-સ્ટેશન પાસે એક મોર ઊડતો-ઊડતો ટ્રેનના એન્જિન પર લાગેલા પૅન્ટોગ્રાફને અથડાયો હતો. હાઈ-ટેન્શન ઓવરહેડ લાઇન સાથે અથડાવાને કારણે મોરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મોરના શબને કાઢીને વીજળીની સપ્લાય ફરી શરૂ કરતાં પોણો કલાક લાગ્યો હતો.
