સોનુ પાકા મકાનમાં રહે છે. તેની ૧૮ વર્ષની દીકરી અંશિકાની પાછળ સાપ આદું ખાઈને પડ્યો છે. તેમના ઘરમાં ભૂસું રાખવા માટે એક રૂમ છે. એક વાર અંશિકા એ રૂમમાં ગઈ ત્યારે નાગ-નાગણની જોડીને જોઈ હતી. તેણે ત્યાંથી સાપને ભગાડવાની કોશિશ કરેલી.
યુવતીને ચાર વાર સાપ કરડ્યો
ઉત્તર પ્રદેશના સાખન ખુર્દ ગામમાં એક દલિત પરિવારની છોકરીને છેલ્લા પખવાડિયામાં વારંવાર સાપ કરડી રહ્યો છે. પરિવારનો દાવો છે કે તેમના ઘરમાં એક નાગ-નાગણની જોડી રહે છે અને આ જોડી સોનુ નામના ભાઈની દીકરીને ચાર વાર કરડી ચૂકી છે.
સોનુ પાકા મકાનમાં રહે છે. તેની ૧૮ વર્ષની દીકરી અંશિકાની પાછળ સાપ આદું ખાઈને પડ્યો છે. તેમના ઘરમાં ભૂસું રાખવા માટે એક રૂમ છે. એક વાર અંશિકા એ રૂમમાં ગઈ ત્યારે નાગ-નાગણની જોડીને જોઈ હતી. તેણે ત્યાંથી સાપને ભગાડવાની કોશિશ કરેલી. એ વખતે તો સાપ સંતાઈ ગયા, પણ ત્યાર બાદ અંશિકાને સાપ કરડવાનો સિલસિલો શરૂ થઈ ગયો. પહેલી વાર ૨૯ ઑક્ટોબરે અંશિકાને સાપ કરડ્યો હતો. એ પછી ૬ નવેમ્બર, ૯ નવેમ્બર અને ૧૪ નવેમ્બરે એમ ૪ વાર કરડ્યો હતો. દર વખતે દીકરીને લઈને તરત હૉસ્પિટલ પહોંચીને કંટાળેલા સોનુએ આખરે સોમવારે એક સાપને લાકડીથી પીટીને મારી નાખ્યો હતો.
