રામનગરસ્થિત ઘરે રેકૉર્ડ કરવામાં આવેલો એક વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો અને એ વાઇરલ થઈ ગયો
સહારનપુરની પાઠશાળા
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં બાળકોને પૉલિટિકલ આલ્ફાબેટ્સ ભણાવવામાં આવે છે એવી ફરિયાદ સ્થાનીય સમાજવાદી પાર્ટીના નેતા ફરહાદ આલમ ગાઢા સામે દાખલ થઈ છે. આ વાત ત્યારે બહાર આવી જ્યારે આ નેતાના રામનગરસ્થિત ઘરે રેકૉર્ડ કરવામાં આવેલો એક વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો અને એ વાઇરલ થઈ ગયો. એમાં અંગ્રેજી ABCD શીખવવામાં દરેક આલ્ફાબેટ માટે સમાજવાદી પાર્ટીના નેતાઓનું નામ લેવાતું હતું. એ વિડિયોમાં A ફૉર અખિલેશ, B ફૉર
બાબાસાહેબ આંબેડકર, D ફૉર ડિમ્પલ અને M ફૉર મુલાયમ સિંહ એવી ABCD ભણાવાઈ રહી છે. ફ્રીમાં ચાલતી પીછડા, દલિત અને અલ્પસંખ્યકો માટેની (PDA) પાઠશાલામાં આવું થઈ રહ્યું છે અને મફતમાં શિક્ષણનું કેન્દ્ર રાજનીતિક વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. ડૉ. ભીમરાવ આંબેડકર સમિતિના પદાધિકારી મેમ સિંહે ફરિયાદ કરી હતી કે સમાજવાદી પાર્ટીના નેતા ફરહાદ તેમની પાઠશાલામાં ડૉ. ભીમરાવ આંબેડકર જેવા સંવિધાન નિર્માતા અને ભારત રત્ન સન્માનિત મહાપુરુષનું નામ રાજનીતિક સંદર્ભમાં જોઈને એને ખોટી રીતે પ્રસ્તુત કરી રહ્યા છે. એના બચાવમાં ફરહાદે કહ્યું હતું કે ‘PDA પાઠશાલા માત્ર વર્ણમાળા શીખવવા માટે નથી, પરંતુ બાળકોને સમાજવાદી વિચારધારાના મહાપુરુષો વિશે શિક્ષિત કરવા માટે પણ છે.’ તેમણે તો આખા જિલ્લામાં આ પ્રકારની સ્કૂલ ખોલવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે.


