Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે માથાં, ચાર હાથ અને એક ધડ સાથે બાળક જન્મ્યાં, થોડા જ કલાકોમાં બન્ને મૃત્યુ પામ્યાં

બે માથાં, ચાર હાથ અને એક ધડ સાથે બાળક જન્મ્યાં, થોડા જ કલાકોમાં બન્ને મૃત્યુ પામ્યાં

Published : 25 June, 2026 10:46 AM | IST | Allahabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્નેની પરિસ્થિતિ નાજુક હતી એટલે નિષ્ણાતોને પણ સમજાતું નહોતું કે આવા કેસમાં બાળકને સર્વાઇવ કરાવવા માટે શું કરવું? બન્ને બાળકો દૂધ પી શકે એવી કન્ડિશનમાં નહોતાં

બન્નેનાં માથાં જુદાં હતાં અને બબ્બે હાથ પણ અલગ હતા

અજબ ગજબ

બન્નેનાં માથાં જુદાં હતાં અને બબ્બે હાથ પણ અલગ હતા


ઉત્તર પ્રદેશના કોશાંબીના તિમાલપુર ગામનાં યશોદા દેવીએ એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં બે બાળકોને જન્મ આપ્યો હતો. જોકે શરીરથી જોડાયેલાં ટ્વિન બાળકોને જોઈને તેમની ડિલિવરી કરાવનારા ડૉક્ટરો પણ દંગ રહી ગયા હતા. આ બન્ને બાળકો શરીરથી એવી રીતે જોડાયેલાં હતાં કે તેઓ કઈ રીતે સર્વાઇવ થશે એ મોટો સવાલ હતો. આમ દેખીતી રીતે બાળક બે હતાં, પરંતુ તેમનું શરીર એક હતું. બન્નેનાં માથાં જુદાં હતાં અને બબ્બે હાથ પણ અલગ હતા. જોકે પેટના ભાગેથી બન્ને એવી રીતે જોડાયેલાં હતાં કે સમજાય જ નહીં કે કયો આંતરિક અવયવ તેઓ શૅર કરે છે અને કયો અવયવ અલગ છે. આવાં ટ્વિન બાળકોને જોવા માટે લોકોની સારીએવી ભીડ જમા થઈ ગઈ. નવાઈની વાત એ હતી કે યશોદા દેવીએ નૉર્મલ પ્રસવ દ્વારા આ બાળકોને જન્મ આપ્યો હતો. બન્નેની પરિસ્થિતિ નાજુક હતી એટલે નિષ્ણાતોને પણ સમજાતું નહોતું કે આવા કેસમાં બાળકને સર્વાઇવ કરાવવા માટે શું કરવું? બન્ને બાળકો દૂધ પી શકે એવી કન્ડિશનમાં નહોતાં. દવાઓ અને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવા છતાં એક બાળક જન્મના થોડા જ કલાકોમાં મૃત્યુ પામ્યું. એ પછી બીજા બાળકને બચાવવાનું લગભગ અસંભવ થઈ ગયું હતું. તાત્કાલિક સર્જરી કરીને બીજા બાળકનું શરીર અલગ કરવામાં આવે એ જરૂરી હતું, પરંતુ આ અત્યંત કૉમ્પ્લેક્સ અને કુશળતા માગી લેતી સર્જરી હતી. આ માટે પ્રયાગરાજની મોટી હૉસ્પિટલમાં એ બાળકને લઈ જવામાં આવ્યું, પરંતુ ત્યાં નિષ્ણાતો કંઈ ઍક્શન લઈ શકે એ પહેલાં જ બીજા બાળકનું પણ મૃત્યુ થયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2026 10:46 AM IST | Allahabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK