Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જપાનની ટ‍્વિન્સ બહેનોની હાઇટમાં અઢી ફુટનો તફાવત, બન્યો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

જપાનની ટ‍્વિન્સ બહેનોની હાઇટમાં અઢી ફુટનો તફાવત, બન્યો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

01 March, 2023 10:02 AM IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે બહેનો યોશી અને મિચી કિકુચી વચ્ચે ૭૫ સેન્ટિમીટર  (બે ફુટ ૫.૫ ઇંચ)નું અંતર છે

બે બહેનો યોશી અને મિચી કિકુચી

Offbeat

બે બહેનો યોશી અને મિચી કિકુચી


ટ‍્વિન્સ હોવું સ્પેશ્યલ છે, પરંતુ જપાનની આ ટ્વિન્સ સિસ્ટર વચ્ચે ઊંચાઈનો તફાવત તેમને અનોખી બનાવે છે. ઓકાયામાં રહેતી બે બહેનો યોશી અને મિચી કિકુચી વચ્ચે ૭૫ સેન્ટિમીટર  (બે ફુટ ૫.૫ ઇંચ)નું અંતર છે. તેમણે ટ‍્વિન્સ છતાં ઊંચાઈ માટેના આવા અંતર માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. યોશીની ઊંચાઈ ૫ ફુટ ૪ ઇંચ અને મિચીની ઊંચાઈ ૨ ફુટ ૧૦.૫ ઇંચ છે. આ બહેનોનો જન્મ ૧૯૮૯ની ૧૫ ઑક્ટોબરે થયો હતો. મિચીને જન્મજાત સ્પાઇનલ એપિફિસિયલ ડિસ્પ્લેસિયા હતો, જેને કારણે તેનાં હાડકાંને વિકાસ થયો નહોતો. મિચી પોતાના પેરન્ટ સાથે જ રહે છે. તેના પપ્પા એક મંદિરના પૂજારી છે અને તે પપ્પાને મંદિરના સંચાલનમાં મદદ કરે છે.

યોશી પેરન્ટ સાથે નથી રહેતી અને માતા બની ચૂકી છે. મિશી અંતર્મુખી છે, કારણ કે તેને પોતાના દેખાવને લઈને ભારે અસુરક્ષાની લાગણી થતી હતી, પરંતુ જ્યારથી તેને સૌથી નાનો માણસ ગણાતા ચંદ્રા બહાદુર ડાંગી વિશે ખબર પડી ત્યારથી તેની માનસિકતામાં સુધારો થયો છે. મિશી અને તેની બહેન વચ્ચેનો તફાવત તેમને અલગ બનાવે છે. રેકૉર્ડની ઘોષણા કરતાં પહેલાં ગિનેસ રેકૉર્ડના ડૉક્ટરોએ દિવસમાં ત્રણ વખત આ બન્ને બહેનોની ઊંચાઈ માપી હતી. મિશીને ઘણી વખત પોતાના હાથ ધોવામાં ઘણી તકલીફ પડે છે, કારણ કે નળ બહુ ઊંચાઈએ છે. વળી કોઈ વાત કરે છે ત્યારે ઘણી વખત તેઓ શું બોલે છે એ સ્પષ્ટ રીતે સંભળાતું નથી. 


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2023 10:02 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK