કૅડબરી જેમ્સ જેવી જ દેખાતી આ કૅન્ડી વિવિધ રંગમાં મળે તથા સામાન્ય રીતે બે કદમાં મળે છે
સૌથી મોટા કદની કૅન્ડીનો દાવો , ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે જવાબ આપ્યો
ફિન્ટન વૉલ્શ નામના ટ્વિટર-યુઝરે એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેની હથેળીમાં એમઍન્ડએમની બે કૅન્ડી જોઈ શકાય છે. આમાંની એક કૅન્ડી રેગ્યુલર સાઇઝની છે, જ્યારે બીજી ભારતના બોરના કદની છે. એમઍન્ડએમ સૌથી પ્રખ્યાત કૅન્ડી છે. કૅડબરી જેમ્સ જેવી જ દેખાતી આ કૅન્ડી વિવિધ રંગમાં મળે તથા સામાન્ય રીતે બે કદમાં મળે છે. એક કૅન્ડી ૧.૦૪ સેન્ટિમીટરનો વ્યાસ ધરાવે છે, જ્યારે બીજી કૅન્ડી ૨.૧૨ સેન્ટિમીટરનો વ્યાસ ધરાવે છે. જોકે ફિન્ટન વૉલ્શનો દાવો છે કે તેને વિશ્વમાં સૌથી મોટા કદની એમઍન્ડએમ કૅન્ડી મળી છે.
આ કૅન્ડીનો ફોટો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડને ટૅગ કરીને તેણે આગળની પ્રક્રિયા વિશે પૂછતાં ગિનેસ વર્લ્ડ બુક તરફથી મજાકભર્યો ઉત્તર મળ્યો હતો કે આને મોટા બોર નહીં, મોટા પથ્થરના કદની કૅન્ડી કહી શકાય. તેમની ટ્વીટને અત્યાર સુધી ૨૦,૦૦૦ કરતાં વધુ વ્યુઝ અને લાઇક્સ મળી છે.
