મુંબઈમાં સૌથી વધુ વડાલાની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા ૨૪૧૫ વાહનો HSRP વગર ઝડપાયાં હતાં
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૧૯ પહેલાં રજિસ્ટર થયેલાં વાહનોમાં જૂની નંબર-પ્લેટ હટાવીને નવી હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) બેસાડવા માટે આપવામાં આવેલી ૩૦ જૂનની મુદત પૂરી થયા બાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા નિયમનું પાલન ન કરનારાઓ વિરુદ્ધ આખા મહારાષ્ટ્રમાં કાર્યવાહી આરંભવામાં આવી છે. પહેલી જુલાઈથી ૩૦ ઑગસ્ટ દરમ્યાન પોલીસે HSRP ન હોય અેવાં ૫૭,૮૮૮ વાહનોના ડ્રાઇવરો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને દંડ ફટકાર્યો હતો. છેલ્લા બે મહિનામાં તેમની પાસેથી દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમ ૧.૧૬ કરોડ રૂપિયા હોવાનું ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નિયમનું પાલન ન કરનારા લોકોને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધી નાશિકમાં સૌથી વધુ ૫૩૩૯ વાહનો HSRP વિનાનાં ડિટેક્ટ થયાં હતાં, જ્યારે HSRP ન હોય એવાં સૌથી ઓછાં વાહનો હિંગોળીમાં ૧૧૮ ડિટેક્ટ થયાં હતાં તો સૌથી વધુ ૪૬.૪ લાખ રૂપિયા દંડ થાણેકરોએ ભર્યો હતો.
