ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રહેતા મોહમ્મદ ઉમર ખાન પાસે દુનિયાભરના દેશોની ખાસ નંબરવાળી ચલણી નોટોનું કલેક્શન છે.
જુઓ કલેક્શન
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રહેતા મોહમ્મદ ઉમર ખાન પાસે દુનિયાભરના દેશોની ખાસ નંબરવાળી ચલણી નોટોનું કલેક્શન છે. આ નોટો પર મુસ્લિમો માટે ખૂબ પાક ગણાતો ૭૮૬ નંબર છે. ઉમરના આ કલેક્શનને જોવા માટે તાજેતરમાં તેને દુબઈમાં એનું એક્ઝિબિશન લગાવવા માટેનું આમંત્રણ મળ્યું છે.
પીલીભીતની પૂરનપુર મસ્જિદ અલ-ખરજાના અધ્યક્ષ મોહમ્મદ ઉમર ખાને છેલ્લાં ૪૦ વર્ષથી ૭૮૬ નંબરવાળી ચલણી નોટો અને સિક્કાઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. તેમની પાસે માત્ર ભારતની જ નહીં,
ADVERTISEMENT
દેશ-વિદેશની કરન્સીની નોટો છે જેમાં આ પાક ગણાતો ૭૮૬ નંબર અંકિત થયેલો છે. ભારતની એક રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની નોટ ઉપરાંત ચીન, કૅનેડા, કતર, સાઉદી અરેબિયા, ઇરાક, ઑસ્ટ્રેલિયા, નેપાલ, થાઇલૅન્ડ, સિંગાપોર, ન્યુ ઝીલૅન્ડ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને અમેરિકા જેવા દેશોની કરન્સીની ૭૮૬ નંબરવાળી નોટોનું કલેક્શન તેમની પાસે છે. મોહમ્મદ ઉમરનું આ કલેક્શન મુંબઈ, દિલ્હી, લખનઉ સહિત અનેક શહેરોમાં લાગ્યું હતું. તેમનું કલેક્શન ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે તેમની પાસે અનેક દેશોની ચલણમાંથી નીકળી ચૂકેલી નોટોનું કલેક્શન પણ છે. હવે તેમને આ ચલણી નોટોના પ્રદર્શન માટે દુબઈ અને ઈરાક જેવા દેશોનું આમંત્રણ મળ્યું છે.
તેમનું ૭૮૬ નંબર માટેનું પૅશન માત્ર ચલણી નોટો પૂરતું જ સીમિત નથી. તેમની દુકાન પર લાગેલા લૅન્ડલાઇન નંબર, મોબાઇલ ફોન, કાર, બૅન્ક-ખાતા, વીજળીના મીટરના નંબરથી માંડીને ડેબિટ કાર્ડના પણ છેલ્લા ત્રણ આંકડા ૭૮૬ છે. આ નંબરને મુસ્લિમો મુબારક માને છે.
