Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે સેટ ટૉપ બૉક્સ વિના દૂરદર્શનની ફ્રી ડિશ ચૅનલો દર્શકો જોઈ શકશે

હવે સેટ ટૉપ બૉક્સ વિના દૂરદર્શનની ફ્રી ડિશ ચૅનલો દર્શકો જોઈ શકશે

Published : 26 March, 2026 07:21 AM | Modified : 26 March, 2026 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માહિતી અને પ્રસારણ મંત્રાલયે બિલ્ટ-ઇન સૅટેલાઇટ ટ્યુનર્સ અને સ્માર્ટ ઇલેક્ટ્રૉનિક પ્રોગ્રામ ગાઇડ (EPG) સાથે નવાં ટીવી રજૂ કર્યાં છે

દૂરદર્શનની DD ફ્રી ડિશ ચૅનલ

દૂરદર્શનની DD ફ્રી ડિશ ચૅનલ


સરકારે ટીવી જોવાના અનુભવને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે બિલ્ટ-ઇન સૅટેલાઇટ ટ્યુનર્સ અને સ્માર્ટ ઇલેક્ટ્રૉનિક પ્રોગ્રામ ગાઇડ (EPG) સાથે નવાં ટીવી રજૂ કર્યાં છે. આનો અર્થ એ છે કે દર્શકો હવે દૂરદર્શનની DD ફ્રી ડિશ ચૅનલો સીધી તેમના ટીવી પર અલગ સેટ ટૉપ બૉક્સની જરૂર વગર જોઈ શકશે. આ નવી પહેલ ખર્ચ ઘટાડવા ઉપરાંત વાયરિંગની ઝંઝટ અને બહુવિધ રિમોટનો ઉપયોગ કરવાની જરૂરિયાતને પણ દૂર કરશે.

આ નવી ટેક્નૉલૉજીમાં ટીવીમાં જ સંકલિત સૅટેલાઇટ ટ્યુનરનો સમાવેશ થશે, જેનાથી એ ચૅનલનાં સિગ્નલ પકડી શકશે. વધુમાં એમાં એક સરળ અને યુઝર-ફ્રેન્ડ્લી EPG છે જે યુઝર્સને ચૅનલો અને તેમના પ્રોગ્રામ-શેડ્યુલને સરળતાથી બ્રાઉઝ કરવાની મંજૂરી આપશે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ પહેલ શરૂ કરતી વખતે કહ્યું હતું કે લોકોને હવે સામગ્રી જોવા માટે કોઈ વધારાનાં ઉપકરણોની જરૂર રહેશે નહીં, જેનાથી સમગ્ર અનુભવ પહેલાં કરતાં ઘણો સરળ બનશે.



આ પ્રસંગે સરકારે ડિજિટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે બીજી એક મોટી પહેલ પણ શરૂ કરી હતી. આ નૅશનલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સ્કિલિંગ ઇનિશિયેટિવ છે જે ગૂગલ અને યુટ્યુબના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ મીડિયા અને ક્રીએટિવ સેક્ટરના લોકોને AI જેવી નવી ટેક્નૉલૉજીના ઉપયોગની તાલીમ આપવાનો છે. આનાથી ભારતના ડિજિટલ અને મીડિયા ક્ષેત્રોને વધુ મજબૂતી મળશે.


નાનાં શહેરો માટે ઉડાન 2.0નો આરંભ, ૧૦૦ નવાં ઍરપોર્ટ અને ૨૦૦ નવાં હેલિપૅડ બાંધવામાં આવશે ૨૮,૮૪૦ કરોડ મંજૂર

કેન્દ્ર સરકાર ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં હવાઈ જોડાણને વધુ સુધારવા માટે, નવી ઉડાન યોજના માટે ૨૮,૮૪૦ કરોડ રૂપિયાના મોટા ભંડોળને મંજૂરી આપી છે. આ યોજના દેશભરમાં ૧૦૦ નવાં ઍરપોર્ટ અને ૨૦૦ હેલિપૅડ વિકસાવવાની યોજના સાથે પ્રાદેશિક હવાઈ જોડાણને મોટો વેગ આપશે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK