બાળકનો જન્મ કેવી રીતે થયો?’ સવાલ સાથે નૉર્મલ, પ્રી-મૅચ્યોર અને સર્જરી, એમ ત્રણ વિકલ્પ આપ્યા છે.
વાયરલ સ્ક્રીન શૉટ
આપણને સવાલ એ થાય કે બાળકને પ્રી-સ્કૂલમાં ઍડ્મિશન લેવાનું હોય એમાં તેનો જન્મ કેવી રીતે થયો એ જાણીને સ્કૂલવાળાને શું કામ હશે? મુંબઈની એક પ્રી-સ્કૂલનું ઍપ્લિકેશન ફૉર્મ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયું છે. કારણ કે ફૉર્મમાં એક સવાલ એવો પુછાયો છે કે ‘બાળકનો જન્મ કેવી રીતે થયો?’ સવાલ સાથે નૉર્મલ, પ્રી-મૅચ્યોર અને સર્જરી, એમ ત્રણ વિકલ્પ આપ્યા છે. સોશ્યલ મીડિયા પર કૉમેડિયન શ્રીધરે આ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે ‘મુંબઈમાં સ્કૂલ એજ્યુકેશનની સ્થિતિ કેટલી વિચિત્ર છે એ તમે ન જાણતા હો તો ફૉર્મમાં પુછાયેલા આ પ્રશ્ન પર નજર નાખો. આ પ્રી-સ્કૂલ માટે છે.’

