પિગ્મી હિપોપૉટેમસની પ્રજાતિ હવે લુપ્ત થવાના આરે છે ત્યારે થાઇલૅન્ડના ચોનબુરીમાં આવેલા ઓપન ઝૂમાં એક વર્ષ પહેલાં બેબી હિપોનો જન્મ થયો હતો. એનું નામ પાડવામાં આવ્યું છે મૂ ડેન્ગ.
થાઇલૅન્ડના ઝૂમાં રહેતી આ પિગ્મી હિપોના છે લાખો દીવાના
પિગ્મી હિપોપૉટેમસની પ્રજાતિ હવે લુપ્ત થવાના આરે છે ત્યારે થાઇલૅન્ડના ચોનબુરીમાં આવેલા ઓપન ઝૂમાં એક વર્ષ પહેલાં બેબી હિપોનો જન્મ થયો હતો. એનું નામ પાડવામાં આવ્યું છે મૂ ડેન્ગ. આ મૂબહેનને પહેલી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ મજાની કેક સર્વ કરવામાં આવી હતી. મિનિએચર સાઇઝની આ હિપોની જાળવણી માટે ઝૂવાળા ખૂબ કડક નિયમો ધરાવે છે. એના ખાવા-પીવાની કાળજી રાખવાની સાથે એને કસરત કરાવવાનું રૂટીન પણ છે. આ બધું ઝૂના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર શૅર થતું રહે છે અને લાખો લોકો આ પિગ્મીના દીવાના છે.
