તેલંગણનો ૨૬ વર્ષનો યુવક એશબાગ રેલવે-સ્ટેશન પરથી ટ્રેનમાં ચડ્યો હતો
પોલીસે પણ બધાને ઉતારીને આખા કોચની તપાસ કરી
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક મુસાફરની બેજવાબદારીભરી વર્તણૂકને કારણે રેલવે-સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. તેલંગણનો ૨૬ વર્ષનો યુવક એશબાગ રેલવે-સ્ટેશન પરથી ટ્રેનમાં ચડ્યો હતો. જોકે ટ્રેનમાં બહુ ભીડ હોવાથી તેને બેસવા મળે એમ નહોતું. એટલે તેણે ટ્રેનમાં બૉમ્બ હોવાની અફવા ફેલાવી હતી. બૉમ્બ હોવાની વાત સાંભળીને અનેક મુસાફરો ગભરાઈને ટ્રેનમાંથી ઊતરી ગયા હતા. પોલીસે પણ બધાને ઉતારીને આખા કોચની તપાસ કરી. સંદિગ્ધ ચીજની તપાસ કરવા માટે સ્નીફર ડૉગ બોલાવવામાં આવ્યો અને જ્યારે કંઈ જ ન મળ્યું ત્યારે ખાસ્સા કલાકો પછી ટ્રેન ચાલુ થઈ હતી.
