Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હારેલા ઉમેદવારે લોકોને આપેલી ભેટો અને રોકડ રકમ પાછી માગવા ઘરે-ઘરે ફરવાનું શરૂ કર્યું

હારેલા ઉમેદવારે લોકોને આપેલી ભેટો અને રોકડ રકમ પાછી માગવા ઘરે-ઘરે ફરવાનું શરૂ કર્યું

Published : 23 February, 2026 12:17 PM | IST | Telangana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેલંગણમાં કેટલાંક શહેરોમાં ૧૦ ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણીઓ થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


તેલંગણમાં કેટલાંક શહેરોમાં ૧૦ ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણીઓ થઈ હતી. એ પહેલાં કેટલાક વૉર્ડ્સમાં કેટલાક ઉમેદવારોએ પ્રત્યેક મતદીઠ લોકોને અઢીથી ત્રણ હજાર રૂપિયા વહેંચ્યા હતા. મહિલા મતદાતાઓને પ્રેશર કૂકર અને સાડીઓ વહેંચવામાં આવ્યાં હતાં. આ બધું જ ખુલ્લેઆમ થયું હતું. જોકે આ ઘટના પછીના એક વીક પછી જ્યારે ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે મળેલી હારને ઉમેદવારો પચાવી ન શક્યા. હારેલા ઉમેદવારે પહેલાં તો લાંચ આપીને ચૂંટણીપ્રક્રિયાનો અનાદર કર્યો હતો અને ચૂંટણી હાર્યા પછી એ ભેટો અને કૅશ પાછા માગવા માટે ઘરે-ઘરે ફરીને લોકશાહીને શરમાવી હતી. હૈદરાબાદથી લઈને લગભગ દસેક ગામોમાં હારેલા ઉમેદવારો અથવા તો તેમના પરિવારજનો મતદાતાઓને આપેલી રકમ તેમના ઘરે જઈને પાછી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. જો તમે મત આપ્યો નથી તો અમારા આપેલા પૈસા પાછા આપો એમ કહીને લાંચરૂપે આપેલા પૈસા જનતા પાસેથી પાછા માગવામાં આવી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 12:17 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK