શિક્ષક ૧૩ વર્ષની વિદ્યાર્થિનીના પ્રેમમાં પડ્યો, ૭ વર્ષ બાદ કર્યા લગ્ન
2011નો પ્રેમ 2018માં થાળે પડ્યો
શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ સાથે પ્રેમસંબંધમાં પડે એ વાતને આપણો સમાજ સ્વીકાર્ય નથી ગણતો છતાં પ્રેમ એવી ચીજ છે જે ન તો ઉંમર જુએ છે કે ન વ્યવસાય. જોકે મોટા ભાગની આવી પ્રેમગાથાઓ કરુણતામાં પરિણમે છે. જોકે એનાથી જરાક જુદી ઘટના ઇન્ડોનેશિયામાં બની છે. ઇન્ડોનેશિયાના સુલાવેસી-ઉટારાની એક શાળાના ૨૭ વર્ષના શિક્ષક ઇરવિન પંગાલિયા જુનિયર હાઈસ્કૂલની ૧૩ વર્ષની વિદ્યાર્થિની વિંદા વર્જીનિયાના પ્રેમમાં પડ્યા હતા. એ ઘટના ૨૦૧૧ની છે. સામાન્ય રીતે આ પ્રકારના સંબંધો વિવાદ અને વિરોધ બન્નેનો સામનો કરતા હોય છે છતાં બન્નેએ ધીરજ રાખીને ૭ વર્ષ રાહ જોઈ. ૧૩ વર્ષની વિદ્યાર્થિની ૨૦ વર્ષની થઈ અને ઇરવિન ૩૪ વર્ષનો થયો ત્યારે એટલે કે ૨૦૧૮ની પાંચમી ઑક્ટોબરે બન્નેએ લગ્ન કરી લીધાં. હવે પ્રેમમાં સફળતા મળતાં સોશ્યલ મીડિયામાં ઇરવિન પંગાલિયા અને વિંદા વર્જીનિયાનો દબદબો વધ્યો છે. ખાસ કરીને ફેસબુક પર લોકપ્રિય દંપતીની નાનકડી દીકરી સાથેના ફોટોગ્રાફ્સને સેંકડો લોકો પસંદ કરે છે.