Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૩ દિવસમાં સાઇકલ પર કાશ્મીરથી કન્યાકુમારીની સફર કરવાનો વિક્રમ

૧૩ દિવસમાં સાઇકલ પર કાશ્મીરથી કન્યાકુમારીની સફર કરવાનો વિક્રમ

Published : 24 June, 2024 03:31 PM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

K2K એટલે ભારતના ઉત્તર છેડા કાશ્મીરથી દક્ષિણ છેડા કન્યાકુમારી સુધીની ૩૬૪૨ કિલોમીટરની સફર સાઇકલ પર જસ્ટ ૧૩ દિવસમાં પૂરી કરી હતી

ગોપીક્રિષ્નન કેસવન

અજબગજબ

ગોપીક્રિષ્નન કેસવન


તામિલનાડુના ગોપીક્રિષ્નન કેસવન નામના ૨૭ વર્ષના યુવાને સાઇકલ પર એવું કારનામું કર્યું છે કે તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાઈ ગયું છે. તેણે ૧૩ દિવસમાં K2K ટૂર સાઇકલ પર પૂરી કરી છે. K2K એટલે ભારતના ઉત્તર છેડા કાશ્મીરથી દક્ષિણ છેડા કન્યાકુમારી સુધીની ૩૬૪૨ કિલોમીટરની સફર સાઇકલ પર જસ્ટ ૧૩ દિવસમાં પૂરી કરી હતી.


સામાન્ય રીતે આવું સાહસ કરતી વખતે સપોર્ટિંગ ટીમ સાથે હોય છે, પણ ગોપીક્રિષ્નને કોઈ જ સપોર્ટ વિના જાતે જ ફૂડ, જરૂરી ચીજો અને અકોમોડેશન મૅનેજ કર્યાં હતાં. રોડસાઇડ ટપરીઓ પરથી ખાવાનું અને ભોજન લઈને આખી સફર કરી હતી. સ્ટાન્ડર્ડ સાઇકલ ચલાવીને અને થાક લાગે ત્યારે ક્યારેક રોડ પરની ટપરી પર જ સૂઈ જઈને દિવસ-રાત સાઇકલ ચલાવીને આ કારનામું કર્યું હતું. તે રોજ ૧૮ કલાક સાઇકલ ચલાવાતો હતો અને માત્ર છ કલાકનો સમય તે સૂવા અને ખાવામાં વાપરતો હતો. ઉત્તરનાં રાજ્યોમાં ઠંડી અને નીચે આવતી વખતે ભયંકર ગરમીની શરૂઆત થઈ એ ટ્રાન્સફૉર્મેશનનો ગાળો તેના માટે મોટી ચૅલેન્જ બની ગયો હતો.



શ્રીનગરના લાલ ચોક ક્લૉક ટાવરથી કન્યાકુમારીના બીચ સુધી તેણે સફર કરી હતી અને તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે ભારતના નૉર્થ છેડાથી સાઉથ છેડા સુધી અનસપોર્ટેડ સ્ટાન્ડર્ડ સાઇકલ લઈને સવારી કરવાના કારનામાને ફાસ્ટેસ્ટ ગણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2024 03:31 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK